આગામી 23મી એપ્રિલે ગુજરાતની લોકસભાની 26 બેઠકો માટે મતદાન યોજાવાનું છે. મતદાન મથકો પર સલામતીના ભાગરૂપે પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનોને મુકવામાં આવે છે. ત્યારે હોમગાર્ડ જવાનો અને જી.આર.ડી.ના જવાનો પોતાના મતદાનથી વંચિત ન રહે તેના માટે શનિવારે બોટાદ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ પોલીસ કર્મીઓ, હોમગાર્ડ તથા ગ્રામ રક્ષક દળના જવાનો માટે બોટાદ સરકારી હાઈસ્કૂલ ખાતે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગરમાં હોમગાર્ડઝ તથા ગ્રામ રક્ષક દળના અધિકારીઓએ કર્યો મતાધિકારનો ઉપયોગ - Gujarat
ભાવનગર: લોકસભા સામાન્ય ચૂંટણી–2019 અંતર્ગત ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ફરજ બજાવનાર પોલીસ–હોમગાર્ડઝ તથા ગ્રામ રક્ષક દળના જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણીના મતદાનના દિવસે ફરજ પર રહેનાર સરકારી કર્મચારીઓ માટે હાલ બેલેટથી મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.

સ્પોટ ફોટો
પોલીસ–હોમગાર્ડઝ તથા ગ્રામ રક્ષક દળના જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું
જેમાં બોટાદ જિલ્લાના હોમગાર્ડઝ તથા ગ્રામ રક્ષક દળના અંદાજીત 646 જેટલા જવાનોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.