ગુજરાત

gujarat

ETV Bharat / elections

કોંગ્રેસની નજર સુરતમાં રહેતા ઉત્તર ભારતીયો પર, રિઝવવા માટે કર્યા પ્રયાસો - Rajiv satav

સુરત: લોકસભા ચૂંટણીને ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ખાસ કરીને સુરત અને નવસારીમાં રહેતા ઉત્તર ભારતીય પર કોંગ્રેસની નજર છે. ઉત્તર ભારતીય સંઘર્ષ સમિતિએ સુરતમાં રહેતા ઉત્તર ભારતીયો માટે ટ્રેનની માગણી કરી હતી. જે માટે આંદોલન પણ ચલાવવામાં આવ્યું હતું. કોંગ્રેસે કમિટીના સભ્યોને મળી આશ્વાસન આપ્યું છે કે કેન્દ્રમાં તેઓની સરકાર બનશે તો સુરતમાં રહેતા ઉત્તર ભારતીયોને ટ્રેનની સુવિધા પૂરી પાડવામાં આવશે.

સૌ. ટ્વવિટર

By

Published : Apr 20, 2019, 7:10 PM IST

કોંગ્રેસ પાર્ટીના નેતા અને ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે ટ્વીટ કર્યું છે જેમાં જણાવ્યું છે કે, જો કેન્દ્રમાં તેઓની સરકાર બનશે તો સુરતમાં રહેતા લાખોની સંખ્યામાં ઉત્તર ભારતીયો માટે ટ્રેનની સુવિધા પુરી પાડવામાં આવશે. કોંગ્રેસ નેતા રાજીવ સાતવનો લોક સભા ચૂંટણી પહેલા ઉત્તર ભારતીયોને રિઝવવા માટેનો એક પ્રયાસ છે સુરતમાં આશરે સાત લાખથી વધુ ઉત્તર ભારતીયો રહે છે. પરંતુ સુરતથી ઉત્તર ભારતમાં જવા માટેની જે ટ્રેનની સુવિધા છે તેના અભાવના કારણે તેઓને અગવડ વેઠીને ટ્રેનમાં બેસીને ઉત્તર પ્રદેશ જવુ પડે છે. ખાસ કરીને વેકેશનનો જે સમય હોય છે તેમાં ઉત્તર ભારતીયોની સ્થિતિ કફોડી બનતી જાય છે આ માટે સુરતમાં રહેતા કેટલાક ઉત્તરભારતીયો દ્વારા ઉત્તર ભારતીય સંઘર્ષ સમિતિ બનાવવામાં આવી હતી

"ટ્રેન નહીં તો ચેન નહી"ના સૂત્રોચ્ચાર સાથે ટ્રેન માટે જલદ આંદોલન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ અત્યાર સુધી ઉત્તર ભારતીયોને ડેઇલી ટ્રેન મળી નથી અને સુરતમાં રહેતા ઉત્તર ભારતીયો માટે આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે જેને પોતે કોંગ્રેસ પણ જાણે છે. નવસારી લોકસભા મત વિસ્તારમાં કોળી સમાજના ઉમેદવાર ઊભા રાખ્યા બાદ હવે ભાજપને ડેમેજ કરવા માટે કોંગ્રેસે કમિટીના લોકો સાથે મિટિંગ પણ કરી છે અને આશ્વાસન આપ્યું છે કે કેન્દ્રમાં તેઓની સરકાર બનશે તો સુરતમાં રહેતા ઉત્તર ભારતીયોને રોજિંદી એક ટ્રેન આપવામાં આવશે જેની જાણકારી પોતે રાજીવ સતાવે ટ્વિટ કરી આપી છે કોળી સમાજના આગેવાનોએ હાલમાં પોતાના કોળી સમાજના ઉમેદવારોને ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે ત્યાર બાદ હવે ઉત્તર ભારતીય ઉપર કોંગ્રેસની નજર છે.

આ અંગે ઉત્તર ભારતીય સંઘર્ષ સમિતિના સભ્ય અનુપ રાજપૂતે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી સુરતમાં રહેતા ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વસતા ઉત્તર ભારતીયોને ટ્રેન આપવાની વાતો માત્ર શાબ્દિક રહી છે. આશ્વાસન આપવા છતાં પણ તેઓની માંગણીઓ પૂર્ણ થઇ નથી અને વારંવાર આ અંગે રજૂઆત કરવામાં આવી છે. સાંસદથી માંડી રેલ મંત્રાલયના તમામ મંત્રી અને અધિકારીઓ સુધી વાત પહોંચાડી છે તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી જ્યારે કોંગ્રેસ તરફથી ઉત્તર ભારતીય સંઘર્ષ સમિતિના સભ્યોને સામેથી બોલાવવામાં આવ્યા હતા અને તેમના પ્રશ્નોને સાંભળી આશ્વાસન આપવામાં આવ્યું હતું કે જો કેન્દ્રમા તેઓની સરકાર આવશે તો સુરતમાં રહેતા ઉત્તર ભારતીયોની સમસ્યાનો અંત લાવવાનો પ્રયાસ થશે.

ABOUT THE AUTHOR

...view details