ગુજરાત

gujarat

ETV Bharat / elections

ચૂંટણી પંચે ગેરકાયદેસર રીતે વિતરણ થનારી 3400 કરોડની સામગ્રી કરી જપ્ત - rajsthan

નવી દિલ્હીઃ મતદારોમાં ગેરકાયેદસર રીતે વિતરણ થનારી સામગ્રી ઝડપી પાડવા માટે ચૂંટણી પંચે દેશવ્યાપી અભિયાન ચલાવ્યું છે. ચૂંટણીમાં ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે વિભિન્ન પ્રકારની વસ્તુઓ વહેંચી રહ્યાં હોવાનો ખુલાસો આ  અભિયાન અંતર્ગત થયો છે.

ચૂૂંટણી પંચ

By

Published : May 13, 2019, 10:40 AM IST

મતદારોમાં ગેરકાયેદસર રીતે વિતરણ થનારી સામગ્રી ઝડપી પાડવા માટે ચૂંટણી પંચે દેશવ્યાપી અભિયાન ચલાવ્યું છે. ચૂંટણીમાં ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે વિભિન્ન પ્રકારની વસ્તુઓ વહેંચી રહ્યાં હોવાનો ખુલાસો આ અભિયાન અંતર્ગત થયો છે. મોટા શહેરોમાં યુવાનોને આકર્ષવા માટે મોબાઈલ ફોન અને ઘડિયાળ (સ્માર્ટ વોચ) જેવા ઉપકરણો પર ભાર મુકાઈ રહ્યો છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને આકર્ષવા માટે ચાંદીના ઝાંઝર આપવામાં આવી રહ્યાં છે.

ચૂંટણીપંચે આરંભેલા અભિયાનમાં કરોડો રુપિયાની રોકડ ઝડપાઈ

આ સાથે જ ઝડપાયેલ રોકડ, દારુ અને નશીલા પદાર્થના જથ્થામાં 2014ની સરખામણીએ ત્રણ ઘણો વધારો થયો છે.ચૂંટણી પંચ દ્વારા અત્યાર સુધી પકડવામાં આવેલ સામગ્રીની કિંમત અંદાજે 3400 કરોડ રુપિયા સુધી પહોંચી ગઈ છે. ગત્ લોકસભા ચૂંટણી દરમિયાન આ આંકડો 1200 કરોડ રુપિયા હતો.આ અભિયાન સાથે જોડાયેલા ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે દિલ્હી સહિત દેશના અન્ય મહાનગરોમાં ઈલેક્ટ્રોનીક ઉપકરણો, ખાસ કરીને સ્માર્ટફોન મોટી સંખ્યામાં પકડાયા છે.

કરોડો રુપિયાનો દારુ પણ 2019 લોકસભા ચૂંટણી દરમિયાન ઝડપાયો

તેમાં આંધ્ર પ્રદેશમાં 22 કરોડ રૂપિયા, મધ્યપ્રદેશમાં 10 કરોડ રૂપિયા અને તમિલનાડુ અને રાજસ્થાનમાં આશરે આઠ-આઠ કરોડ રુપિયાની સામગ્રી ઝડપાઈ છે. આંકડાકીય વિગતો અનુસાર, અત્યાર સુધી દેશમાં 6,164 કિલોગ્રામ સોનું અને ચાંદી ઝડપાઈ ગયું છે. તેની બજાર કિંમત 982 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. લોકસભા ચૂંટણી માટે દેશમાં 10 માર્ચે આચાર સંહિતા લાગુ થયા પછી અત્યાર સુધી 282 કરોડ રૂપિયાની કિંમતનો 173 લાખ લીટર દારૂ, 1,258 કરોડ રુપિયાની કિંમતના 69,194 કિલોગ્રામ નશાયુક્ત પદાર્થ ઉપરાંત 822 કરોડ રૂપિયા રોકડ ઝડપાઈ ચુક્યા છે.

ABOUT THE AUTHOR

...view details