ગુજરાત

gujarat

ETV Bharat / elections

શત્રુધ્ન સિંહા વિશે કહેવા નથી માંગતો અને રાહુલ ગાંધી તો જૂઠ્ઠુ બોલે છે: રવિશંકર પ્રસાદ

પટના: કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે બિહારી બાબુને તેમની નવી પાર્ટી વિશે પ્રશ્નો પુછવા માંગીશ. તેમની નવી પાર્ટીએ 55 વર્ષથી શું કર્યું છે?

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ

By

Published : Apr 22, 2019, 8:48 AM IST

રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી વિશે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંઘીને જુઠ્ઠુ બોલવીની આદત છે. તેમની 10 વર્ષની સરકારે કેટલી રોજગારી આપી તેઓ જણાવે ? વર્તામાન સરકારમાં યુવાઓ માટે કેટલીક રોજગારીઓ બહાર પાડવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેરતા કહ્યું કે રાહુલ ગાંધીએ MP તથા પંજાબમાં ખેડૂતોનું દેવું માફ નથી કર્યું. રહુલે તો કહ્યું હતું કે 10 દિવસમાં દેવું માફ કરી દેશે.

તો રોજગારી વિશે તેમણે વાત કરતા કહ્યું કે ભાજપ સરકાર મુદ્રા યોજના લઇને આવી જેનાથી 15 કરોડ અંતર્ગત 7.5 લાખ કરોડ આપવામાં આવ્યા. જેથી લોકોને રોજગારી મળી છે. ભારતનો આર્થિક વિકાસ થઇ રહ્યો છે.

કાળાનાણા વિશે તેમણે કહ્યું કે નીરવ મોદી તથા વિજય માલ્યાની સંપત્તિ પર કબ્જો કરવામાં આવ્યો છે. 3.50 લાખ કંપનિઓનું રજિસ્ટ્રેશન રદ્દ કરવામાં આવ્યું છે.

શત્રુઘ્ન સિંન્હાને તેમની પટના સાહિબની સીટ પરથી કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. હાલ શત્રુઘ્ન આ સીટ પરથી સાંસદ છે. ભાજપે આ સીટ પરથી કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે.

ABOUT THE AUTHOR

...view details