ગુજરાત

gujarat

ETV Bharat / elections

અમિત શાહની ડિનર પાર્ટી, NDA સાથે નીતીશ કુમાર પણ સામેલ થશે - KC tyagi

ન્યૂઝ ડેસ્ક: દિલ્હીમાં આજે BJP અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી પરિણામ પહેલા NDA પાર્ટીના નેતાઓને ડિનર પર બોલાવ્યા છે. મળતી માહિતી મુજબ આ પાર્ટીમાં વડાપ્રધાન મોદી પણ શામેલ થઇ શકે છે. રામવિલાસ પાસવાન અને  ઉદ્ધવ ઠાકરે સહિત ઘણા નેતા આ પાર્ટીમાં શામેલ થવાના છે. શરુઆતમાં થોડી આનાકાની બાદ હવે આ પાર્ટીમાં બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર પણ શામેલ થવાના છે.

present

By

Published : May 21, 2019, 1:05 PM IST

આ પહેલા સમાચાર આવી રહ્યા હતા કે તેઓ આ બેઠકમાં શામેલ નહી થાય, પરંતુ હવે નીતીશ કુમાર પણ આ પાર્ટીમાં શામેલ થવા જઇ રહ્યા છે. આ બેઠકમાં JDU તરફથી આર.સી.પી સિંહ અને કેસી ત્યાગી પણ શામેલ થશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ નીતીશકુમાર અમિતશાહ સાથે ઘણી વખત રાજનૈતિક બેઠક કરી ચૂક્યા છે. પરંતુ આ બેઠકમાં PM મોદી પણ શામેલ થવાના છે માટે આ બેઠક મહત્વ પૂર્ણ હશે.

મતદાન પૂરુ થઇ ગયા બાદ જો નીતીશના નિવેદનો વિશે ચર્ચા કરીએ તો તેમણે કલમ 370, 35A અને કોમન સીવીલ કોડ જેવા મુદ્દાઓ પર BJP કરતા અલગ પ્રતિક્રીયા આપી છે. તેમણે પોતાની પાર્ટી માટે ચૂંટણી ઢંઢેરો પણ જાહેર નતો કર્યો. હવે તો બિહારને વિશેષ દરજ્જો મળે તે માટે પણ JDU માંગ કરી રહી છે.

મહત્વ પુર્ણ છે કે, ચૂંટણીના પરિણામો આવવામાં હવે ગણતરીના દિવસો બાકી છે માટે મતદાન થઇ ગયા બાદની BJPની આ બેઠક પરિણામ આવ્યા બાદ સરકાર બનવામાં શું ભૂમિકા ભજવે છે તે જોવાનું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details