ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસામાં મૃત્યુ પામેલા ભાજપ કાર્યકર્તાઓના પરિવારજનોને વિશેષ રુપે આમંત્રણ પાઠવ્યું છે.
લોકસભા 2019માં ભાજપે 303 સીટ જીતી છે, અને પશ્ચિમ બંગાળમાં પાર્ટીનું પ્રદર્શન ઉલ્લેખનીય રહ્યું છે. જ્યાં તેમણે 2014માં 2 સીટ જીતી હતી અને આ વખતે 18 સીટ પર જીત દાખલ કરાવી છે.