ગુજરાત

gujarat

ETV Bharat / elections

પાર્ટી અધ્યક્ષ બિન ગાંધી પરિવારના બનાવો, પણ પાર્ટીમાં સક્રિય રહેશે ગાંધી પરિવાર: મણિશંકર ઐયર - Rahul gandhi

ન્યૂઝ ડેસ્કઃ લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતના પદ પરથી રાજીનામું આપવા પર અડગ છે. એવામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 'નોન ગાંધી' ( ગાંધી પરિવાર સિવાયના અન્ય) કોંગ્રેસના અધ્યક્ષ બની શકે છે, પરંતુ ગાંધી પરિવારે પાર્ટીમાં સક્રિય રહેવું જોઈએ.

Congress

By

Published : Jun 24, 2019, 8:31 AM IST

જો કે હજી સુધી એવી અટકળો ચાલી રહી છે કે, રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ પદ રહેશે કે નહી એવામાં કોંગ્રસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે એક ગાંધી પરિવારને લઈ એક નિવેદન આપ્યુ છે. અય્યરે કહ્યું કે " ગાંધી પરિવાર સિવાયના અન્ય કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બની શકે છે. પરંતુ ગાંધી પરિવારે પાર્ટીમાં સક્રિય રહેવું જોઈએ". આ સાથે તેમણે દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીનો ઉદ્દેશ 'ગાંધી પરિવાર મુક્ત કોંગ્રેસ' છે. તેથી 'કોંગ્રેસ મુક્ત ભારત'નો નારો છે. વધુમાં તેમણે કહ્યું કે રાહુલ ગાંધી પાર્ટીના પ્રમુખ પદ પર રહે તો સારુ પરંતુ સાથે સાથે રાહુલની પોતાની ઈચ્છાઓનું પણ સન્માન કરવું જોઈએ.

વધુમાં મણિશંકર અય્યરે કહ્યું કે ‘મને વિશ્વાસ છે કે પક્ષના અધ્યક્ષ કોઈ નહેરુ-ગાંધી પરિવારમાંથી ન હોય તો પણ અમારું અસ્તિત્વ જળવાઈ રહેશે. શરત માત્ર એટલી કે નહેરુ-ગાંધી પરિવાર પક્ષમાં સક્રિય રહે અને જ્યાં ગંભીર મતભેદ ઉભા થાય તેવા સંકટનું સમાધાન કાઢવામાં મદદ કરે.’ ઐય્યરે કહ્યું કે રાહુલ ગાંધીએ અધ્યક્ષપદ માટે અન્ય વિકલ્પ શોધવા એક મહિનાનો સમય આપ્યો છે અને આ મુદ્દે કોંગ્રેસમાં વાત ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details