ગુજરાત

gujarat

ETV Bharat / elections

પ્રજ્ઞાએ ગાંધીની આત્માનું હનન કર્યુ છે, પાર્ટીમાંથી કાઢી મૂકો : કૈલાશ સત્યાર્થી - congress

નવી દિલ્હી: નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત બાળ અધિકાર કાર્યકર્તા કૈલાશ સત્યાર્થીએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર દ્વારા નથૂરામ ગોડસેને "દેશભક્ત" ગણાવનારા નિવેદનની નિંદા કરી છે. તેમણે સાધ્વી પ્રજ્ઞાના નિવેદન પર ટિપ્પણી કરતા કહ્યું કે, પ્રજ્ઞાએ મહાત્મા ગાંધીની આત્માની હત્યા કરી છે અને ભાજપે તેમને પાર્ટીથી તાત્કાલિક બહાર કાઢી રાજધર્મ નિભાવવો જોઇએ.

previous

By

Published : May 18, 2019, 2:05 PM IST

Updated : May 18, 2019, 7:40 PM IST

સત્યાર્થીએ ટ્વીટ કરતા કહ્યું કે, ગોડસેએ ગાંધીની શરીરની હત્યા કરી હતી, પરંતુ પ્રજ્ઞા જેવા લોકો તેમની આત્માની હત્યા કરી રહ્યા છે. સાથે જ તેઓ અહિંસા, શાંતિ, સહિષ્ણુતા, અને ભારત દેશની આત્માની હત્યા કરી રહ્યા છે"

કૈલાશ સત્યાર્થીનું ટ્વીટ

થોડા દિવસો પહેલા ભોપાલ લોકસભા સીટ પરથી ભાજપની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, મહાત્મા ગાંધીના હત્યા કરનાર ગોડસે સૌથી મોટા દેશભક્ત હતા અને જે લોકો તેમને આતંકવાદી કહે છે તે લોકો પહેલા પોતે શું છે તે જુએ..

સાધ્વીના આ નિવેદન બાદ ભાજના વરિષ્ઠ નેતાઓએ પણ સાધ્વીના નિવેદન પર કોઇ પ્રતિક્રીયા નથી આપી. જોકે આ વિવાદીત નિવેદન બદલ પ્રજ્ઞાએ માફી પણ માંગી હતી.

Last Updated : May 18, 2019, 7:40 PM IST

ABOUT THE AUTHOR

...view details