‘અબ કી બાર, 300 કે પાર’ માં UPનો મહત્વનો ફાળો, BJPને આપી 62 સીટની ભેંટ - gujarat news
ન્યૂઝ ડેસ્કઃ લોકસભા 2019ની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. જેમાં ભારતીય જનતા પાર્ટીએ 302 સીટ પર જીત મેળવી છે. કોંગ્રેસના ભાગમાં 52 સીટ આવી છે. જેમાં ઉત્તર પ્રદેશમાં કુલ 79 લોકસભા સીટ માંથી 62 સીટ પર BJPએ વિજય મેળવ્યો છે. કોંગ્રેસ ત્યાં ફક્ત 1 જ સીટ મેળવી શકી છે.
![‘અબ કી બાર, 300 કે પાર’ માં UPનો મહત્વનો ફાળો, BJPને આપી 62 સીટની ભેંટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3375824-thumbnail-3x2-up.jpg)
ફાઇલ ફોટો
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ લોકસભા પરથી ઘણા મોટા માથા ચૂંટણી લડી રહ્યા હતા. જેમાં નરેન્દ્ર મોદી વારાણસી પરથી, હેમા માલિની મથુરા પરથી, સમૃતી ઈરાની અમેઠી અને રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા હતા.
જેમાં નરેન્દ્ર મોદી, સ્મૃતી ઇરાની અને હેમા માલિની જીત થઇ છે. ભાજપના 300 પાર જવા માટે ઉત્તર પ્રદેશ સીટ પરથી 52 સીટ મળી છે. જ્યારે રાહુલ ગાંધીને સમૃતી ઈરાનીએ અમેઠીમાં હારનો સ્વાદ ચખાડ્યો છે.
પક્ષ | જીત | આગળ | કુલ |
અપના દલ | 2 | 0 | 2 |
બહુજન સમાજ પાર્ટી | 9 | 1 | 10 |
ભાજપ | 62 | 0 | 62 |
કોંગ્રસ | 1 | 0 | 1 |
સમાજવાદી પાર્ટી | 5 | 0 | 5 |
કુલ | 79 | 1 | 80 |