પ્રાપ્ત વિગત અનુસાર, ઉત્તરપ્રદેશના આઝમગઢમાં મતદારોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આઝમગઢના કરખિયા રુસ્તમ સરાય ગામની 120 વર્ષીય મહિલા બલકેશા સિંહ પણ પોતાનું કિમતી મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતા. તેમના પરિવારના યુવાનો દ્વારા તેમને મતદાન મથક સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
ઉત્તરપ્રદેશના આઝમગઢમાં 120 વર્ષની મહિલાએ કર્યું મતદાન - congress
આઝમગઢઃ લોકસભા ચૂંટણી 2019ના છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. મતદારો સવારથી જ લાઈનમાં ઉભા રહ્યા છે, ત્યારે 120 વર્ષના મહિલા પણ પોતાનો મત આપવા માટે મતદાન મથક પહોંચી ગયા છે.
સ્પોટ ફોટો
આ વૃધ્ધ મહિલાને લઈને પહોંચેલા યુવાન રાજુ સિંહે જણાવ્યું હતું કે, દરેક ચૂંટણીમાં મતદાન સમયે તેઓ મતદાન કરવા ઉત્સાહથી પહોંચી જાય છે. રાજુએ વધુમાં કહ્યું કે, તેઓ ચાલી શકતા નથી એટલે તેમને ઉઠાવીને લાવવામાં આવે છે. મતદાન મથક પર તમામ પ્રકારની સુવિધા રાખવામાં આવી હોય છે, જેમાં વ્હીલ ચેર હોવાથી તેમને મત આપવામાં સરળતા રહે છે.