દિલ્હી:પટના આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં દારૂડીયાની હરકત તમામને ચોંકાવી દેનાર (Drunken Ruckus in Indigo flight)છે. Indigo Flight 6E 6383માં 3 મુસાફરો દારૂ પીને નાસભાગ પર ઉતરી ગયા હતા. કેપ્ટનને પણ માર માર્યો હતો. એર હોસ્ટેસ સાથે પણ ખરાબ વર્તન કર્યું (Youth arrested for abusing air hostess )હતું. દિલ્હીથી ચઢતાની સાથે જ મુસાફરોએ હંગામો શરૂ કરી દીધો હતો. ફ્લાઇટના કર્મચારીઓએ તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનું નાટક અટક્યું નહીં. રાત્રે લગભગ 10:00 વાગ્યે ત્રણેય પટના એરપોર્ટ પર ઉતર્યા કે તરત જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. (INDIGO FLIGHT )
એક મુસાફર ફરારઃ ફ્લાઈટમાં હંગામો મચાવનાર પિન્ટુ નામનો મુસાફર ફરાર થઈ ગયો, જ્યારે 2 મુસાફરોની ઓળખ નીતિન કુમાર અને રોહિત કુમાર તરીકે થઈ છે. જેની CISF દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા બંને મુસાફરો પહેલા તો રાજકારણીઓની દાદાગીરી બતાવતા રહ્યા અને ક્યારેક પોતાને પત્રકાર સાબિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ CISFએ બંને મુસાફરોને પકડી લીધા હતા. (Youth arrested for abusing air hostess )
આ પણ વાંચો:Air India urination case: આરોપી શંકર મિશ્રાની બેંગલુરુમાંથી થઈ ધરપકડ