ગુજરાત

gujarat

ETV Bharat / crime

કેશોદ સરકારી હોસ્પિટલમાં કર્મચારીઓની બેદરકારથી યુવાનનું મોત, મોતનું કારણ આવ્યું સામે - Talodara village of Mangarol

જૂનાગઢ કેશોદ સરકારી હોસ્પિટલમાં (Keshod Government Hospital Junagadh) કર્મચારીઓની બેદરકારથી એક યુવાનનું મોત (Young Man died due to negligence of employees ) થયું છે. જેમાં કિસ્સો કાંઈક એવો છે કે, કેફી પીણું પીને અગાસી પર આંટા મારી રહ્યા હતા તે દરમિયાન અચાનક નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી. કર્મચારીઓએ આ ઇજાગ્રસ્ત દર્દીની સારવાર કરવાને બદલે તેને સ્ટ્રેચરની મારફતે બહાર ફેંકી દીધો હતો અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ સ્થાનિક લોકોએ સરકારી હોસ્પિટલના કર્મચારીઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

કેશોદ સરકારી હોસ્પિટલમાં કર્મચારીઓની બેદરકારથી યુવાનનું મોત, આ હતી ઘટના
કેશોદ સરકારી હોસ્પિટલમાં કર્મચારીઓની બેદરકારથી યુવાનનું મોત, આ હતી ઘટના

By

Published : Oct 28, 2022, 10:32 PM IST

જૂનાગઢકેશોદ સરકારી હોસ્પિટલમાં (Keshod Government Hospital Junagadh ) કર્મચારીઓની બેદરકારથી એક યુવાનનું મોતથયું છે. કેશોદ સરકારી હોસ્પિટલના (Government Hospital Junagadh) કર્મચારીઓની બેદરકારીના (Young Man died due to negligence of employees) કારણે ઇજાગ્રસ્ત વ્યકિતનું મોત થયું હોવાના આક્ષેપો લોકો લગાવી રહ્યા છે.

કેફી પીણું પીને અગાસી પર આંટા મારી રહ્યા હતા તે દરમિયાન અચાનક નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી.

સ્ટ્રેચરની મારફતે બહાર ફેંકી દીધો હતો કેફી પીણું પીને અગાસી પર આંટા મારી રહ્યા હતા તે દરમિયાન અચાનક નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને 108 મારફતે સારવાર માટે કેશોદની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. સામાજિક કાર્યકર પ્રવિણ પી પટેલે જણાવ્યું હતું કે, કર્મચારીઓએ આ ઇજાગ્રસ્ત દર્દીની સારવાર કરવાને બદલે તેને સ્ટ્રેચરની મારફતે બહાર ફેંકી દીધો હતો અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું. દર્દીનું મોત થતા સ્થાનિક લોકોએ સરકારી હોસ્પિટલના કર્મચારીઓ (Employees of Keshod Government Hospital) વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

મૃતક યુવાનનું પોસ્ટમોર્ટમ તબીબી અધિક્ષક વિરડીયાએ ETV BHARATને જણાવ્યું હતું કે, યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવાની તમામ તૈયારીઓ પણ કરવામાં આવી હતી. પરંતુ યુવકે નશાની હાલતમાં તબીબોને પૂરતો સહકાર ન આપ્યો અને જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ મૃતક યુવાનનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેના પરિવાર જનોને મૃતદેહની સોંપણી કરવામાં આવી હતી. પરિવાર જનોએ મૃતદેહના અગ્નિસંસ્કાર પણ કરી દિધા છે.

યુવક જે જગ્યાએથી પટકાયો હતો, ત્યાંથી કેફી પદાર્થ મળી આવ્યો હોસ્પિટલના ઓક્સીજન પ્લાન્ટ નજીક દર્દીનો મૃતદેહ પડ્યો હતો. મૃતદેહને જોવા માટે લોકોનું ટોળું એકત્ર થયું હતું. આ ધટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ બાબતે તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ વ્યક્તિ શ્રીનાથજી માર્કેટના ઉપલા માળેથી પટકાયા હતા. યુવક જે જગ્યાએથી પટકાયો હતો, ત્યાંથી કેફી પદાર્થ મળી આવ્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, યુવક માંગરોળના તલોદરા (Talodara village of Mangarol Keshod ) ગામનો રહેવાસી છે અને તેનું નામ હિતેષ હાજાભાઇ ભરડા છે. યુવકને કયા કારણોસર હોસ્પિટલના કર્મચારીઓ બહાર ફેંક્યો તે અંગે માહિતી મળતા જાણવા મળ્યું છે કે, દર્દી સારવાર દરમિયાન સ્ટાફ સાથે ગેર વર્તન કરતો હતો અને સારવારમાં ખલેલ પહોંચાડ્તો હતો. આ કારણોસર હોસ્પિટલના સ્ટાફે તેને બહાર ફેંકી દીધો હતો.

ABOUT THE AUTHOR

...view details