ઉતરાખંડ:હરિદ્વારના પીરાન કલિયાર પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી એક મહિલાએ તેના મોટા પુત્ર દ્વારા નાના પુત્રની હત્યા કરવાની આશંકા વ્યક્ત કરી (woman complained to police for killing younger son) હતી. આ અંગે મહિલાએ પોલીસને પણ જાણ કરી હતી. પોલીસે હવે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી તો મામલો કંઈક બીજો જ નીકળ્યો હતો. આરોપ છે કે મહિલાના પ્રેમીએ તેના 12 વર્ષના પુત્રની હત્યા કરી મૃતદેહને સૂટકેસમાં ભરીને ગંગા નહેરમાં ફેંકી દીધો(The body was thrown into the Ganga canal) હતો.
CCTVમાં પ્રેમી પણ સૂટકેસ માથા પર લઈ જતો જોવા મળે:ખરેખર, પીરાન કાળિયારમાં ભાડાના મકાનમાં રહેતી મહિલાને એક બોયફ્રેન્ડ છે. જેણે પોતાના 12 વર્ષના પુત્રની હત્યા કરી હતી અને હત્યા કર્યા બાદ મૃતદેહને સૂટકેસમાં રાખીને ગંગા નહેરમાં ફેંકી દીધો હતો. ઘટના સમયે મહિલા ઘરની બહાર હતી, આરોપીએ ગાઝિયાબાદમાં મહિલાના ઘરે ફોન કર્યો અને તેના પુત્રની હત્યા વિશે જણાવ્યું હતું. જે બાદ મહિલાને સમગ્ર મામલાની જાણ થઈ હતી. સીસીટીવીમાં પ્રેમી પણ સૂટકેસ માથા પર લઈ જતો જોવા મળે છે. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. પોલીસ ગંગા નહેરમાં મૃતદેહની શોધ કરી રહી છે.
મુસ્કાન દરગાહમાં સૂઈ ગઇ: તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના લોની ગાઝિયાબાદના પોલીસ સ્ટેશનના અલ્વી નગરમાં રહેતી મુસ્કાન (40 વર્ષ) તેના પુત્ર અયાન (12) અને પ્રેમી કાસિફ સાથે કાલીયારના કિલકિલી સાહેબ રોડ પર 9 વર્ષથી ભાડાના મકાનમાં રહેતી હતી. શુક્રવારે રાત્રે મુસ્કાનના પ્રેમી કાસિમ સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો, ત્યારબાદ કાસિમે હંગામો મચાવ્યો હતો, જેના કારણે મુસ્કાન દરગાહમાં સૂઈ ગઇ હતી. સવારે જ્યારે મહિલા પરત આવી ત્યારે પુત્ર અયાન ઘરે મળ્યો ન હતો. જ્યારે તેણે કાસિફને પુત્ર વિશે પૂછ્યું હતું.
આ પણ વાંચો:સંબંધોની હત્યાઃ પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થતા ઢીમ ઢાળી દીધું