ગુજરાત

gujarat

ETV Bharat / crime

છોટા ઉદેપુરમાં ડાકણનો વહેમ રાખવાની અંધશ્રદ્ધાએ લીધો પોતાના જ કાકી સાસુનો ભોગ - Rangpur Police Chhota Udepur

છોટા ઉદેપુર જિલ્લાના અતિ આંતરિયાળ ગામડાઓમાં આજે પણ ડાકણનો વહેમ (Superstition of a Witch in Khakhad village) રાખી હત્યા થાય છે. ખડખડ ગામે ભત્રીજા વહુએ કાકી સાસુની ડાકણના (Witch Superstition in Khakhad Village) વહેમે હત્યા કરી હતી. સૌથી નાનું એક વર્ષનું બાળક કે જેને દુનિયા હજુ જોવાની શરૂઆત કરી છે તેને લઈને આ આરોપી મહિલા જેલમા જશે.

ખડખડ ગામે ડાકણનો વહેમ રાખવાની અંધશ્રદ્ધાએ લીધો પોતાના જ કાકી સાસુનો ભોગ
ખડખડ ગામે ડાકણનો વહેમ રાખવાની અંધશ્રદ્ધાએ લીધો પોતાના જ કાકી સાસુનો ભોગ

By

Published : Oct 1, 2022, 6:59 PM IST

છોટા ઉદેપુરગુજરાતમાં હાલ પણ અંધશ્રદ્ધાના કિસ્સા (Superstition Case took one life in Gujarat) સામે આવી રહ્યા છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલા ગામોમાં હજી પણ અંધશ્રદ્ધાના (Superstition of a Witch in Khakhad village) કિસ્સા સામે આવી રહ્યા છે. ભત્રીજા વહુ એ કાકી સાસુની ડાકાનનો વહેમ રાખી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

ખડખડ ગામે ભત્રીજા વહુએ કાકી સાસુની ડાકણના વહેમે કરી હત્યા

કાકી સાસુને મોતને ઘાટ ઉતારી જિલ્લાના છેવાડાના ખડખડ ગામે ડાકણનો વહેમ રાખી (Witch Superstition in Khakhad Village) કાકી સાસુની પાળિયાના ઉપરાછાપરી ઘા મારી કાકી સાસુને મોતને ઘાટ ઉતારી છે. છોટા ઉદેપુર જિલ્લાો આદિવાસી બાહુલિયા (Udaipur districts have tribal bahulia) ધરાવે છે. ત્યારે હજુ પણ છેવાડાના ગામોમાં અંધશ્રદ્ધાના કિસ્સા સામે આવે છે. ખડખડ ગામે રહેતી ભત્રીજા વહુ રંગલી કેમત રાઠવાની 14 વર્ષીય પુત્રી થોડા મહિના અગાઉ ગુજરી ગઈ હતી. જેને ગામમાં રહેતા કાકી સાસુ હિંગળી ધનસિંગ રાઠવા ખાઈ ગઈ હોવાનો વહેમ રાખી કાકી સાસુને મોતને ઘાટ ઉતારી દીધી છે.

પાળિયાના ઘા માર્યા હતા કાકી સાસુ પાણી ભરતી હતી. ત્યાંથી 20 ફૂટ દૂર સુધી પાળિયાના ઘા મારતી મારતી લાવી હતી. ઘર આંગણે મોતને ઘાટ ઉતારી કરપીણ હત્યા કરી હતી. પાળિયાના ઘા ગળા પર માથામાં તેમજ હાથના કાંડાને કાપી નાખ્યું હતું. છાતીના ભાગે ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવી હતી. આરોપી રંગલી રાઠવાનો એક વર્ષનો છોકરો અને 6 વર્ષની છોકરી પણ છે.

પોલીસે ઘટનાએ પહોંચી કાર્યવાહી હાથ ધરી રંગલી રાઠવાને આવેલા ગુસ્સાનો ભોગ તેના બે બાળકો બની રહ્યા છે. તેમાએ દર્દનાક વાત એ છે કે સૌથી નાનું એક વર્ષનું બાળક કે જેને દુનિયા હજુ જોવાની શરૂઆત કરી છે. માતા સાથે કુમળી વયે જેલમાં જવા મજબુર બની ગયો છે. આ બાબતની જાન રંગપુર પોલીસને થતા રંગપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી રંગલી રાઠવાની પોલીસે ગણતરીના કલાકમાં જ અટકાયત કરી હતી. કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી કરી હતી. આ બાબતે રંગપુર પોલીસે (Rangpur Police Chhota Udepur) ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details