જૂનાગઢચૂંટણીના (Gujarat Assembly Election 2022) સમયમાં મતદાન પ્રક્રિયાને પ્રભાવિત કરવા માટે દારૂ મોટો ભાગ ભજવે છે. અત્યારે ઉના નજીક માંડવી ચેકપોસ્ટ (Mandvi Checkpost near Una) પાસેથી MLA લખેલી કારમાંથી 250 જેટલી દારૂનીબોટલ ઉના પોલીસે પકડી (Una police seized liquor) પાડી છે. જેમાંથી પાલીતાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખની (Vice President of Palitana Taluka Panchayat) કાર સાથે ધરપકડ કરી છે. કારમાં MLAગુજરાત લખેલું હોવાને કારણે પણ સમગ્ર મામલો હવે ટોક ઓફ ધ ટાઉન (Junagadh Crime Case ) બની રહ્યો છે.
ઉના નજીકથી ભાજપના કાર્યકર MLA GUJARAT લખેલા કારમાં દારૂની હેરાફેરી કરતા ઝડપાયા - પાલીતાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની (Gujarat Assembly Election 2022) જાહેરાત થઈ ચૂકી છે. એવામાં મતદાન પ્રક્રિયાને પ્રભાવિત કરવા માટે દારૂ મોટો ભાગ ભજવે છે. ઉના નજીક માંડવી ચેકપોસ્ટ પાસેથી MLA લખેલી કારમાંથી 250 જેટલી દારૂની બોટલ ઉના પોલીસે ઝડપી પાડી છે. પાલીતાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખની (Vice President of Palitana Taluka Panchayat ) કાર સાથે ધરપકડ પણ કરવામાં આવી છે.
ચૂંટણીના સમયમાં નેતાજી દારૂ સાથે ઝડપાયાગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022ની તમામ તૈયારીઓ હવે પૂરજોશમાં ચાલી રહી છે. આવા સમયે મતદાન પ્રક્રિયાને પ્રભાવિત કરવા માટે દારૂ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે ઉના નજીક માંડવી ચેકપોસ્ટ ખાતે ઉના પોલીસે તપાસ કરતા MLA ગુજરાત લખેલી કારમાંથી 250 કરતાં વધુ દારૂની બોટલ મળી આવી છે. પોલીસની કાર્યવાહીમાં દીવથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવાના મામલે ઉના પોલીસે ત્રણ વ્યક્તિઓની કાર અને દારૂના જથ્થા સાથે અટકાયત કરીને ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલામાં ભાજપ સાથે જોડાયેલા રાજકીય નેતાઓનું નામ ખુલતા હવે મામલો ટોક ઓફ ધ ટાઉન પણ બની રહ્યો છે. ચૂંટણીના સમયમાં નેતાઓ મતદાન પ્રક્રિયાને નુકસાન પહોંચાડવા માટે કેફી પીણાનો સહારો લેતા હોય છે. જેમાં આજે ભાજપના કાર્યકરો અંગે હાથ જડપાતા મામલો ખૂબ ચર્ચાસ્પદ બની ગયો છે.
ઉના પોલીસે કરી ત્રણ શખ્સોની અટકાયતદીવથી મોટર કારમાં 250 કરતાં વધુ દારૂની બોટલો બહાર કાઢવાના કિસ્સામાં પોલીસે મહેબુબ ડુંગરપુર હાર્દિક પરમાર અને ચેતન ડાભી નામના ત્રણ વ્યક્તિની કાર અને દારૂ સાથે અટકાયત કરી છે. આરોપીએ પોતાની નંબર વગરની MLA ગુજરાત લખેલી કારમાં ભારતીય બનાવટનો અંદાજે 80 હજાર કરતાં વધુનો દારૂ સાથે કુલ 8 લાખ કરતાં વધુનો મુદ્દામાલ કબજે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જે પ્રકારે ચૂંટણીના સમયમાં મતદાન અને મતદારને પ્રભાવિત કરવા માટે રાજકીય નેતાઓ કેફી પીણાનો સહારો લેતા હોય છે. તેમાં આજે ભાજપના નેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. જેને લઈને રાજકીય ચર્ચાઓ પણ વેગવંતી બની રહી છે. સમગ્ર મામદામાં પોલીસે દીવમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના આરોપસર પકડાયેલા ત્રણેય આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.