- 8 પોલીસ મથકનો 8.36 કરોડના દારૂનો નાશ કરાયો
- પોલીસ મથકમાં જપ્ત કર્યો હતો દમણિયો દારૂ
- વલસાડ જિલ્લામાં સૌથી વધુ પકડાય છે દારૂ
વલસાડ: જિલ્લામાં દર વર્ષે ગુજરાતના અન્ય જિલ્લાઓ કરતા મોટીમાત્રામાં દારૂના કેસ નોંધાય છે. સૌથી વધુ દારૂનો જથ્થો પણ પકડાય છે. જેને સમયાંતરે નષ્ટ કરવામાં આવે છે. ગુરુવારે પણ આવા જિલ્લાના 8 પોલીસ મથકનો કુલ 8.36 કરોડના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :અંબાજી પોલીસે 44 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો
રોલર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો
ગુરુવારે વલસાડ જિલ્લાના ભિલાડ ચેકપોસ્ટ ખાતે દારૂની રેલમછેલ થઈ હતી. જોકે આ રેલમછેલ પોલીસે દારૂનો નાશ કરવાથી થઈ હતી. આ અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ભિલાડ ચેકપોસ્ટ ખાતે જિલ્લાના 8 પોલીસ મથકનો દારૂ ટ્રક મારફતે મગાવી તેના પર રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો.