વડોદરાગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્કવોર્ડ (Gujarat Anti Terrorist Squad) દ્વારા આજે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં (Sayajiganj area of Vadodara) આવેલી સ્ટોક બ્રોકિંગની ઓફિસમાં સઘન સર્ચ હાથ (Intensive search operation in stock broking office) ધરવામાં આવ્યું છે. આ સર્ચ અગાઉ વડોદરા પાસે સિંધરોટથી મળી આવેલી મીની ડ્રગ્સફેક્ટરીના (Mini Drugs Factory) સંદર્ભે હોવાની પ્રબળ શક્યતાઓ છે. સર્ચ દરમિયાનડ્રગ્સ ફેક્ટરી સંદર્ભે પકડી પાડવામાં આવેલા આરોપીને પણ સાથે રાખવામાં આવ્યો હતો.
વડોદરાની સીમમાં આવેલા સિંધરોટથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ગુજરાત એટીએસ દ્વારા પકડી પાડવામાં આવી હતી. સિંધરોટથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીજોકે, આ અંગે સત્તાવાર માહિતી સામે આવ્યા બાદ મામલો સ્પષ્ટ થશે. તાજેતરમાં વડોદરાની સીમમાં આવેલા સિંધરોટથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ગુજરાત એટીએસ દ્વારા પકડી પાડવામાં આવી હતી. જેને સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવતા શહેરના સુભાનપુરા વિસ્તારમાંથી (Vadodara Subhanpura Area) કરોડો રૂપિયાનું ડ્રગ્સ પણ ઝડપી પાડવામાં આવ્યું હતું. વડોદરા પાસે ચાલતી ડ્રગ્સની ફેક્ટરીના તાર વિદેશ સુધી જોડાતા હોવાના અહેવાલો પણ તાજેતરમાં સામે આવ્યા હતા. તેવામાં આજે વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી સ્ટોક બ્રોકિંગની ઓફિસમાં ગુજરાત એટીએસ દ્વારા સઘન સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.
MD ડ્રગ્સનો કરોડોનો જથ્થો ઝડપાયો વડોદરાના સિંઘરોટ ખાતેથી ચૂંટણી પૂર્વે MD ડ્રગ્સનો 478 કરોડનો જથ્થો ઝડપાયો હતો. આ બાબતે પાંચ આરોપીઓને ATS દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ આઠ દિવસના રિમાન્ડ દરમિયાન આરોપીઓની સઘન પૂછતા ચાલી રહી છે. ત્યારે આજે એટીએસ વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પાયલ કોમ્પ્લેક્સ ખાતે પહોંચી હતી. અહીંયા સ્ટોક બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડની બંધ ઓફિસની અંદરથી આરોપી શૈલેષને સાથે રાખી 2 બેરેલ કેમિકલનો જથ્થો ATS દ્વારા કબ્જે લેવામાં આવ્યો હતો. હાલમાં એટીએસ આ બંને બેરેલને કબ્જે કરી વધુ તપાસ માટે એફએસએલ માટે કઈ ગઈ હતી.
દુકાન સીલ કરવાની કામગીરીનું ડ્રગ્સની ફેક્ટરી સાથે કનેક્શન હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, લોકોથી ધમધમતા સયાજીગંજ વિસ્તારમાં આવેલા પાયલ કોમ્પ્લેક્ષમાં આવેલી સ્ટોક બ્રોકિંગની દુકાન અગાઉ સીલ કરવામાં આવી હતી. દુકાન સીલ કરવાની કામગીરીનું ડ્રગ્સની ફેક્ટરી સાથે કનેક્શન મળી આવતી કાર્યવાહી કરાઇ હતી. ગતરોજ ગુજરાતની ચૂંટણીનો બીજો તબક્કો પૂર્ણ થતા જ ગુજરાત એટીએસ દ્વારા પાયલ કોમ્પલેક્ષમાં આવેલી દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મીની ડ્રગ્સ ફેક્ટરી મામલે પકડી પાડવામાં આવેલા આરોપીને પણ અહિંયા લાવવામાં આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
ગુજરાત એટીએસના અનેક જવાનો કામગીરીમાં જોડાયા દુકાનમાંથી પ્લાસ્ટીકના બેરલ મળી આવ્યા છે. તેમાંથી શંકાસ્પદ મટીરીયલ મળી આવ્યું હોવાનું પ્રાથમિત તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાત એટીએસના અનેક જવાનો આ કામગીરીમાં જોડાયા છે. મોટી સંખ્યામાં ગુજરાત એટીએસના અધિકારીની હાજરીને પગલે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી જવા પામી છે.