ગુજરાત

gujarat

ETV Bharat / crime

વેપારીને વિધર્મી પરિણીતા સાથે પ્રેમ કરવો પડ્યો ભારે, બદલામા મળ્યું મોત - ફતેપુરા મારવાડીના ડેલા

કેહવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે, ત્યારે આ કહેવાતા આંધળા પ્રેમે વડોદરાના એક વેપારીની આંખો હંમેશા માટે બંધ કરી દીધી છે. વડોદરાના વેપારીએ એક વિધર્મી પરિણીતા (Businessman love with heathen married women) સાથે પ્રેમ કર્યો હતો. આ વાતની જાણ પતિ દરવેશને થતાં તેને મયુરને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આશરે સાડા ચાર લાખ રૂપિયા પડાવ્યા હતાં. જેથી જ તેના ત્રાસથી કંટાળી જઇ યુવા વેપારી મયુરે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. જે

વેપારીએ એક વિધર્મી પરિણીતા સાથે પ્રેમ કર્યો, બદલામા તેને મળ્યું મોત
વેપારીએ એક વિધર્મી પરિણીતા સાથે પ્રેમ કર્યો, બદલામા તેને મળ્યું મોત

By

Published : Oct 20, 2022, 6:36 PM IST

વડોદરાશહેરના જુની આરટીઓ ઓફિસ (Old RTO Office of Vadodara) પાસે રહેતા મયુર નાનજીભાઇ પટેલને ફતેપુરા મારવાડીના ડેલામાં (Dela of Fatepura Marwari) રહેતા દરવેશ સલીમ મલેકની પત્ની સલમા ((Businessman love with heathen married women)) સાથે પ્રેમસંબંધ હતો. આ વાતની જાણ પતિ દરવેશને થતાં તેને મયુરને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આશરે સાડા ચાર લાખ રૂપિયા પડાવ્યા હતાં. આટલેથી ન અટકતા દરવેશ હજી પણ વધુ રકમની માંગણી કરતો અને મયુરને કોઈને કોઈ રીતે માનસિક ત્રાસ આપતો હતો. જેથી જ તેના ત્રાસથી કંટાળી જઇ યુવા વેપારી મયુરે ઝેરી દવા પી આત્મહત્યા (Vadodara Suicide Case) કરી લીધી હતી.

વેપારી એ એક વિધર્મી પરિણીતા સાથે પ્રેમ કર્યો અને બદલા મા તેને મોત મળ્યું છે

આખો પરિવાર આઘાતમાં સરી પડ્યોઆશાસ્પદ યુવા વેપારી મયુરે અચાનક આપઘાત કરી લેતા આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. પરિવારના સભ્યો દ્વારા મૃત્યુ અંગે તપાસ કરતા મયુર હની ટ્રેપનો શિકાર થયો હોવાનું સામે આવ્યું હતું. જેથી મયુર પટેલના પિતાએ સમગ્ર મામલાની જાણ સિટી પોલીસ સ્ટેશનમાં (Vadodara Police Station) કરી હતી. જેથી સિટી પોલીસના પોલીસ ઇન્સ્પેકટર (Vadodara Police Inspector) K.N લાઠીયા દ્વારા સમગ્ર મામલાની ઝીણવટ ભરી તપાસ હાથ ધરતાં કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. પોલીસ તપાસમાં વેપારીના આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણમાં થતું બ્લેકમેઇલિંગ સામે (Blackmailing in love affairs) આવ્યું હતું. જેથી જ સિટી પોલીસ દ્વારા વેપારીને આત્મહત્યા માટે મજબૂર કરનાર પ્રેમિકા સલમા મલેકના પતિ દરવેશ મલેકની ધરપકડ કરવામાં આવી હતી. ઉઠક બેઠક કરાવી કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા હતા.

બદનામ કરવાની ધમકીઓ આપી માનસિક ત્રાસ મહત્વનું છે કે, દરવેશ મલેક દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી મયુર પટેલને બદનામ કરવાની ધમકીઓ આપી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. અત્યાર સુધી પત્ની સાથે આડા સબંધના નામે ધમકી આપી 4.50 લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી. જેથી પોલીસે દરવેશ મલેકની ધરપકડ કરી હતી. તેની પાસેથી રોકડ સહિત ઘાતક હથિયાર કબ્જે કર્યું છે. વેપારીને આપઘાત માટે મજબૂર કરનાર દરવેશને હાલ જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ દ્વારા મૃતક મયુર પટેલ સાથે પ્રેમ સબંધ રાખનાર દરવેશની પત્ની સલમા મલેકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details