રાજસ્થાન:ઉદયપુર-અમદાવાદ રેલ લાઇન સાથે છેડછાડ કરવામાં આવી (Tampering with Udaipur Ahmedabad railway tracks) છે.રેલવે ટ્રેકના ઓડા પૂલ પાસે નુકસાન થયું છે. ઘણી જગ્યાએથી નટ અને બોલ્ટ ગાયબ હતા, ટ્રેકની વચ્ચેની લોખંડની પ્લેટ પણ ઉખડી ગયેલી મળી આવી હતી. મોડી રાત્રે ગ્રામજનોએ પુલ પર ધડાકાનો અવાજ પણ સાંભળ્યો હતો. માહિતી મળતાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા તેમજ જિલ્લા કલેક્ટર તારાચંદ મીણા પણ સ્થળનું નિરીક્ષણ કરવા ત્યાં પહોંચ્યા હતા. દરમિયાન અમદાવાદથી ઉદેપુર જતી ટ્રેનને ડુંગરપુર ખાતે રોકી દેવામાં આવી છે. રેલવે મેનેજરે આ લાઇન પર દોડતી બંને ટ્રેનોને હાલ પુરતી અટકાવી દીધી છે.
ઊંડાણપૂર્વક તપાસ:ઉદેપુર અમદાવાદ રેલ્વે ટ્રેક બ્લાસ્ટ કેસની ઉચ્ચ સ્તરીય તપાસ ઉદેપુર-અમદાવાદ રેલ રૂટ પર શરૂ થઈ ગઈ છે. (NIA ATS and RPF begin investigation )રાજસ્થાન ATS, NIA અને રેલવે પોલીસે સંયુક્ત રીતે આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. તે જ સમયે, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દોષિતોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.