પશ્ચિમ બંગાળ: કોલકાતાની હોટલમાં એક મહિલા પર સામૂહિક દુષ્કર્મ કરવાના આરોપમાં 3 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી (Three Bangladeshis arrested on rape charge ) હતી. બુધવારે રાત્રે આરોપી 37 વર્ષીય રસેલ શેખ, મોહમ્મદ કૌસર ચૌધરીની પોલીસે ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલ ત્રીજા વ્યક્તિનું નામ મોહમ્મદ અબ્દુલ અલી મિઝાન છે. પીડિતાની ફરિયાદના આધારે ન્યૂમાર્કેટ પોલીસ સ્ટેશનની પોલીસે તેમની ધરપકડ કરી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા ત્રણ ભાઈઓ છે.
હોટલમાં યુવતી પરસામૂહિક દુષ્કર્મ, 3 બાંગ્લાદેશીઓની ધરપકડ - kolakata news
કોલકાતાની હોટલમાં એક મહિલા પર સામૂહિક દુષ્કર્મ કરવાના આરોપમાં 3 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી (Three Bangladeshis arrested on rape charge ) હતી. બુધવારે રાત્રે આરોપી 37 વર્ષીય રસેલ શેખ, મોહમ્મદ કૌસર ચૌધરીની પોલીસે ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલ ત્રીજા વ્યક્તિનું નામ મોહમ્મદ અબ્દુલ અલી મિઝાન છે.
![હોટલમાં યુવતી પરસામૂહિક દુષ્કર્મ, 3 બાંગ્લાદેશીઓની ધરપકડ Etv Bharatહોટલમાં યુવતી પરસામૂહિક દુષ્કર્મ, 3 બાંગ્લાદેશીઓની ધરપકડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17086100-thumbnail-3x2-gang.jpg)
મહિલાની શારીરિક તપાસની પણ વ્યવસ્થા કરવામાં આવી:કોલકાતા પોલીસના ડીસી (સેન્ટ્રલ) રૂપેશ કુમારે જણાવ્યું કે પીડિતા નાદિયાની રહેવાસી છે મહિલાએ બુધવારે રાત્રે ન્યૂમાર્કેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તે ફરિયાદના આધારે પોલીસે ન્યુ માર્કેટ પોલીસ સ્ટેશનની હોટલમાં દરોડો પાડી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી અને કોલકાતા પોલીસે બાંગ્લાદેશ પોલીસનો સંપર્ક કરી લીધો છે. જાણવા મળ્યું છે કે આરોપી એક સંબંધીની સારવાર માટે કોલકાતા આવ્યા હતા તપાસ અર્થે પોલીસ પહેલાથી જ હોટલ મેનેજરની અટકાયત કરી રહી છે અને તેની પૂછપરછ કરી રહી છે. ન્યુ માર્કેટ પોલીસ સ્ટેશનની પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજની સાથે રજિસ્ટ્રી બુક પણ એકત્ર કરી લીધી છે. મહિલાની શારીરિક તપાસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.