ગુજરાત

gujarat

ETV Bharat / crime

દિવાળી પર ત્રણ જગ્યાએ બોમ્બ હુમલાની ધમકી, પોલીસ એલર્ટ - બોમ્બ બ્લાસ્ટની ધમકી

મુંબઈ શહેરમાં ત્રણ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ધમકી (Threat of bomb attack at three places in Mumbai)મળી છે.મુંબઈ સ્થિત ઈન્ફિનિટી મોલ, જુહુ પીવીઆર અને સહારા હોટેલમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી છે. મુંબઈ સ્થિત ઈન્ફિનિટી મોલ, જુહુ પીવીઆર અને સહારા હોટેલમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી છે.

Etv Bharatદિવાળી પર ત્રણ જગ્યાએ બોમ્બ હુમલાની ધમકી, પોલીસ એલર્ટ
Etv Bharatદિવાળી પર ત્રણ જગ્યાએ બોમ્બ હુમલાની ધમકી, પોલીસ એલર્ટ

By

Published : Oct 19, 2022, 9:54 PM IST

મુંબઈઃમુંબઈ શહેરમાં ત્રણ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી (Threat of bomb attack at three places in Mumbai) છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને આ ધમકી આપી છે. પોલીસે ધમકી આપનારની શોધખોળ શરૂ કરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મુંબઈ સ્થિત ઈન્ફિનિટી મોલ, જુહુ પીવીઆર અને સહારા હોટેલમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી છે.

બોમ્બ વિસ્ફોટની ધમકી: મહારાષ્ટ્ર પોલીસ કંટ્રોલ રૂમને દિવાળી દરમિયાન મુંબઈમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ બોમ્બ વિસ્ફોટની ધમકી આપતો ફોન આવ્યો હતો. આ ફોન ગત રાત્રે સાડા દસ વાગ્યે આવ્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. અંધેરીમાં ઈન્ફિનિટી મોલ, જુહુ પીવીઆર અને સહારા હોટેલમાં ફોન પર બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ આપવામાં આવી હતી.આ ત્રણેય સ્થળો

મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં જાણીતા અને ભીડભાડવાળા સ્થળો છે. આથી પોલીસે આ સ્થળોની ઝીણવટભરી તપાસ કરી હતી. ફોન ક્યાંથી આવ્યો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્રણેય જગ્યાએ તપાસ કરતાં પોલીસને કોઈ શંકાસ્પદ મળ્યો નથી. BDDS ટીમ અને CIF ટીમે આ મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ કોલને ફેક કોલ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. દિવાળી પહેલા આવેલા ધમકીભર્યા કોલોએ હલચલ મચાવી દીધી છે.

ABOUT THE AUTHOR

...view details