- ડોક્ટરના ઘરમાં ચોરીની ઘટના બની
- સોના-ચાંદીના દાગીના અમેરિકન ડોલર સહિત 5 લાખની ચોરી
- ચોરી મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી
- પોલીસે FSLની મદદથી તપાસ આદરી
જામનગર:મૂળ જામનગરનાં વિવેક પ્રવિણચંદ્ર કક્કડ નામના તબીબે અમદાવાદમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે ફરજ બજાવે છે. તેમના માતા-પિતા જે જામનગર વાલકેશ્વરીનગરીમાં વસવાટ કરે છે. તેઓ હાલ અમદાવાદ હોવાથી તેવામાં પાછલા બે દિવસના સમયગાળા દરમિયાન બંધ મકાનના દરવાજાના નકૂચા તોડી અજાણ્યા શખ્સો અંદર ઘુસ્યા હતા અને અંદર રૂમના કબાટમાં રાખેલા રૂપિયા એક લાખની રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના અને 250 અમેરિકન ડોલર મળી કુલ 5 લાખની ચોરી કરી હતી. જેની ફરિયાદ B ડિવિઝનમાં નોંધાઇ છે.
આ પણ વાંચો: ડીસામાં 10 દુકાનોના તાળાં તૂટ્યા, લાખો રૂપિયાની ચોરી