ગુજરાત

gujarat

ETV Bharat / crime

રાજકોટમાં પતિની વિકૃત હરકતોથી ત્રાસી પત્નીએ પીધું ફિનાઇલ - રાજકોટ પોલીસ

રાજકોટમાં આશ્ર્ચર્ય પમાડે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં પરિણીતાને તેના પતિએ દારૂ ઢીચી, મારકૂટ કરી ત્રાસ ગુજારતા તેણીએ ફીનાઈલ પી લેતા હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે.

રાજકોટમાં પતિની વિકૃત હરકતોથી ત્રાસી પત્નીએ પીધું ફિનાઇલ
રાજકોટમાં પતિની વિકૃત હરકતોથી ત્રાસી પત્નીએ પીધું ફિનાઇલ

By

Published : Jun 24, 2021, 4:41 PM IST

  • પતિ પત્નીને ઓછું કરિયાવર લાવવા અંગે પણ મારકુટ કરતો હતો
  • મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી
  • પોલીસે પતિની અટકાયત કરી પગલા લીધા છે

રાજકોટઃ પરિણીતાને તેના પતિએ દારૂ ઢીચી, મારકૂટ કરી ત્રાસ ગુજારતા તેણીએ ફીનાઈલ પી લીધું હતુંં. તેથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલાને પતિએ ગુપ્તાંગમાં બચકા ભર્યાનો આક્ષેપ કરતા તાલુકા પોલીસે આ હેવાન પતિ વિરુદ્ધ અટકાયતી પગલા લીધા છે.

આરોપી પતિની ધરપકડ કરાઈ છે

આ મહિલાએ પોતાના પતિ પર આક્ષેપ કર્યા છે કે, તે રોજ દારૂના નશામાં ઘરે આવતો અને તેની સાથે શારીરિક સંબંધ બંધતો હતો. જે દરમિયાન પતિએ ગુપ્તાંગ પર બચકા ભર્યા હતા. જ્યારે પતિ કરિયાવર મુદ્દે પણ અવારનવાર મારકૂટ કરતો હતો. જ્યારે પોલીસે પણ આરોપી પતિની ધરપકડ કરી છે.

પતિએ નશામાં પત્નીના ગુપ્તાંગ પર ભર્યા બચકા

રાજકોટ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ભીમનગરમાં રહેતી રેખા નામની મહિલાએ ફિનાઇલ પી લેતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા તેને પતિ પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, 15 દિવસ અગાઉ તેનો પતિ દારૂ પીને ઘરે આવ્યો હતો અને રાત્રે નશામાં તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. તે દરમિયાન પતિએ તેના ગુપ્તાંગમાં બચકા ભર્યા હતા. જેમાં અસહ્ય દુખાવો થતા તેને પતિએ સારવાર માટે દવાખાને લઈ જવાનું કહ્યું હતું. પરંતુ સારવાર માટે નહીં લઈ જતા મહિલાને ગુપ્તાંગ પર રસી થઈ ગઈ હતી.

મહિલાની તબિયત સારી છે

મહિલાએ આક્ષેપ કર્યો છે કે, તેનો પતિ અવારનવાર એવું કહીને ત્રાસ આપતો હતો કે, હવે તારામાં મજા નથી આવતી હાડકા લાગે છે. જ્યારે લગ્નના 12 વર્ષથી આ હેવાન પતિ પત્નીને આ પ્રકારનો ત્રાસ આપે છે તેમજ નશામાં બાળકો પર અત્યાચાર કરે છે. મહિલાએ પોતાના પિતાએ ઓછો કરિયાવર આપ્યો હોવા અંગે પણ પતિ દ્વારા વારંવાર કહેવામાં આવતું હોય છે તેમ જણાવ્યું હતુંં. આ પ્રકારના ત્રાસને લઈને આ મહિલાએ ફીનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, મહિલાને સમયસર સારવાર મળી ગઇ હતી. હાલ તેની તબિયત સુધારા પર છે.

પત્નીએ માત્ર કાર્ય છે આક્ષેપ: PI

રાજકોટમાં પત્નીને અસહ્ય ત્રાસ આપી મરવા માટે મજબૂર કરનાર પતિની તાલુકા પોલીસે અટકાયત કરી હતી. ત્યારે આ અંગે ઇટીવી ભારત દ્વારા રાજકોટ તાલુકા પોલીસ મથકના પીઆઇ જે.વી ધોળા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, અમને ફરિયાદ મળી હતી કે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પત્નીએ ફીનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ અમે મહિલાનું નિવેદન લીધા બાદ આ મહિલાના પતિની અટકાયત કરી હતી. જ્યારે મહિલાએ તેના પતિ વિરુદ્ધ જે આક્ષેપ કર્યા છે તે પ્રકારનું કોઈ નિવેદન પોલીસને આપ્યું નથી પરંતુ આ મામલે તપાસ શરૂ છે.

આ પણ વાંચો :પ્રેમીને વશમાં કરવાનું કહી જૂનાગઢની મહિલા જ્યોતિષે યુવતી પાસેથી 6 લાખ રૂપિયા પડાવ્યા, Cyber Crimeમાં ફરિયાદ

ABOUT THE AUTHOR

...view details