સુરત: મહાનગર સુરત દિવસે દિવસે ક્રાઈમ કેપિટલ બની રહ્યું હોય એવું ચિત્ર સામે આવી રહ્યું છે. જાણે સંબંધોની હત્યા થઈ રહી હોય એવો કેસ સુરત પોલીસે ઉકેલ્યો છે. જેમાં એક જમાઈએ પોતાના સસરા સામે હત્યાનું કાવતરૂ રચીને મિત્રોની મદદથી સસરાને પતાવી દીધા હતા. જેમાં મામલો પૈસાનો હોવાનું સામે આવતા ફરી સંબંધો અને સંપત્તિ વચ્ચે સમજદારીની હત્યા થઈ હોય એવું ચિત્ર છે.
આવું હતું કાવતરૂઃમહાનગર સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના ઘરમાં રાખેલા રૂપિયા 40 લાખ પતિએ આ પૈસા વાપરી નાખ્યા હતા. આ રૂપિયા વાપરી નાખ્યા એ વાત પત્નીને ખબર પડે તે માટે કાવતરું રચ્યું હતું. આરોપી જમાઈએ પોતાના સસરાને પૈસાથી ભરેલો થેલો લઈને એક ફાર્મ હાઉસ પર બોલાવ્યા હતા. જ્યાં પાર્ટીને કરીને સસરાને કેફી પીણું પીવડાવી દીધું હતું. જેના કારણે સસરા બે ભાન થઈ જતા જમાઈ મયુરે મિત્રો સાથે મળીને સસરાનું ઓશિકા વડે ગુંગળાવીને પતાવી દીધા.
મૃતદેહ કેનાલમાં ફેંક્યોઃઘટનાને અંજામ આપ્યા બાદ સસરાના મૃતદેહને આરોપીઓએ કેનાલમાં ફેંકી દીધો હતો. જ્યારે પત્ની ઘરે આવી ત્યારે પિતાની કોઈ ભાળ ન મળતા પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસને કોઈ ગુમ થયાની ફરિયાદ લઈને તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું હતું કે, જમાઈએ જ સસરાને પતાવી દીધા છે.
આરોપી ફરારઃપોલીસ ગણતરીના કલાકમાં આ કેસ ઉકેલી નાંખ્યો હતો. પણ આ ઘટનાને અંજામ આપવામાં મદદ કરનારા જમાઈના મિત્રોની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય આરોપી જમાઈ મયુર ફરાર છે. જેને પકડવા માટે પોલીસે અનેક દિશામાં ચક્રોગતિમાન કરી દીધા છે.
આ કેસમાં તપાસ અધિકારી પોલીસે જણાવ્યું હતું કે, અમરોલી પોલીસ સ્ટેશનમાં 5.10.2022ના રોજ એક ફરિયાદ થઈ હતી. જેમાં 302 114 અનુસાર લાગુ કરાઈ છે. ફરિયાદ નોંધીને ફરિયાદી અશ્વિની બેને મયુરભાઈ સામે ફરિયાદ કરી છે. મૃત્યું પામનાર દશરથભાઈ આ મહિલાના પિતા છે. પોતાના પતિ અને બીજા બે મિત્રો સામે પિતાની હત્યા કરવાની ફરિયાદ નોંધાવી છે. અમરોલીમાં એમનું ઘર બંધ કરીને મોડેલિંગ કામ હેતું મુંબઈ ગયા હતા. ઘરમાં સામાન વેરવિખેર હતો. ઘરમાં રૂપિયા 40 લાખ ન હતા. પોલીસને આ અંગેની જાણ થતા સીસીટીવી તપાસ્યા તો પિતા પૈસાનો થેલો લઈને જતા જોવા મળે છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં પિતા ગુમ છે એ ફરિયાદ થઈ. આ કેસમાં અશ્વિની બેને પણ તપાસ કરી. કરજણ પોલીસ સ્ટેશનની હદમાં એક ફાર્મ હાઉસ આવેલું છે. એ ફાર્મ હાઉસમાં પિતા ગયા હશે. સીસીટીવી ચેક કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. સાગર અને કિશોર નામના બે મિત્રો કાવતરામાં સામિલ છે. આ બન્નેને પકડી લેવાયા છે અને ગુનાની કબૂલાત કરી છે. -અમરોલી પોલીસ