- વડોદરા શહેરમાં વિદાય વેળાએ કન્યાનું મોત થયુ
- કોરાના રિપોર્ટ આવ્યો પોઝિટિવ
- કન્યાના પરિવારમાં બનાવને પગલે શોકાતુર
વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં આજે ગુરૂવારે એક કન્યાના લગ્ન થયા હતા. આજે વિદાય વખતે કન્યાને ચક્કર આવતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મોત બાદ કન્યાનો કોવિડ રિપોર્ટ કઢાવતા તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.
વડોદરામાં લગ્ન દરમિયાન કન્યાનું મોત નીપજ્યુ પરિવાર પર એક આભ તૂટી પડ્યુ
દીકરી જન્મે ત્યારે માતાપિતા જન્મથી જ લગ્નના વિચાર કરતા હોય છે અને જ્યારે લગ્ન થયા બાદ તેની વિદાય વખતે જ તેનું મોત થાય તો પરિવાર પર એક આભ તૂટી પડતો હોય છે. આવી જ એક ઘટના વડોદરા શહેરમાં બની છે, જ્યારે એક દીકરીના લગ્ન હતાં ત્યારે જ વિદાય વખતે જ તેનું ચક્કર આવતા મોત થયું હતું.
કોવિડની ગાઈડલાઈન મુજબ કન્યાના અગ્નિ સંસ્કાર કરાયા
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં સોલંકી પરિવારમાં 1 માર્ચના રોજ લગ્ન હતું. સોલંકી પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરિવારને ક્યાં ખબર હતી કે આ ખુશીનો માહોલ દુઃખમાં તબદીલ થઇ જશે. દીકરીનું એક તરફ લગ્ન હતું, ત્યારે પરિવારમાં ખૂબ ખુશી હતી જ્યારે બીજા દિવસે તેને વિદાય કરવાની હતી. વિદાય વખતે દુલ્હનને ચક્કર આવતા તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું અને કોવિડનો રિપોર્ટ કઢાવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દુલ્હનનું મોત થતાં પરિવારજનો બનાવના પગલે શોકાતુર થઈ ગયા હતા. કોવિડની ગાઈડલાઈન મુજબ કન્યાના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા.