ગુજરાત

gujarat

ETV Bharat / crime

ટેન્કરમાં સફેદ દૂધનો કાળો કારોબાર ઝડપાયો - મહાનગરપાલિકાના ફૂડ વિભાગ

રાજ્યમાં ફરી એકવાર સફેદ દૂધનો કાળો Duplicate milk કારોબાર ઝડપાયો છે, જેમાં પોલીસ હજારો લિટર શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપી પાડ્તા ચકચાર મચી છે. ઝડપાયેલ આ જથ્થો પોલીસે મહાનગરપાલિકાના ફૂડ વિભાગને જાણ કરી Duplicate milk in Rajkot શંકાસ્પદ દૂધના સેમ્પલ મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સફેદ દુધનો કાળો કારોબાર ઝડપાતા સનસનાટી
સફેદ દુધનો કાળો કારોબાર ઝડપાતા સનસનાટી

By

Published : Aug 17, 2022, 6:38 PM IST

રાજકોટ સૌરાષ્ટ્રમાં એક તરફ તહેવારોનો માહોલ જામી રહ્યો છે, તો બીજી તરફ બનાવટી દૂધ (Duplicate milk in Rajkot) ઝડપાયું છે. સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટમાં જન્માષ્ટમીના (Janmashtami festival 2022) તહેવાર દરમિયાન મોટા પ્રમાણમાં દૂધમાંથી બનતી વાનગીઓ (Milk recipes) લોકો ખરીદતા હોય છે. ત્યારે રાજકોટમાં સફેદ દૂધનો કાળો કારોબાર ઝડપાતા ચકચાર મચી છે. પોલીસે હજારો લીટર શંકાસ્પદ ડુપ્લીકેટ દૂધ ઝડપી પાડવાતા સનસનાટી ફેલાઈ છે.

સફેદ દૂધનો કાળો કારોબાર ઝડપાયો

દૂધની બનાવટમાં ભેળસેળ જન્માષ્ટમીના પર્વ દરમિયાન મીઠાઈ તેમજ દૂધની બનાવટમાં મોટા પ્રમાણમાં ભેળસેળ થતું હોય છે. ત્યારે આ ભેળસેળ અટકાવવા અને ભેળસેળ યુક્ત ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરી મનુષ્યના આરોગ્ય સાથે ચેડા કરતા લોકોને પકડી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની સૂચના અનુસાર L.C.B પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ગ્રીનલેન્ડ ચોકડી પુલ પાસેથી (Tanker full of suspicious milk) ટેન્કરમાં બનાવટી ભેળસેળ યુક્ત દૂધનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ટેન્કરમાં કાળો કારોબાર

આ પણ વાંચોમહાનગરપાલિકાના ફૂડ વિભાગે ભેળશેળયુક્ત દૂધનું ટેન્કર ઝડપ્યું

પોલીસનું નિવદેન રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી શંકાસ્પદ દૂધનો જથ્થો પોલીસે પકડી પાડ્યો હતો, ત્યારે આ મામલે DCP પ્રવીણ કુમાર મીણાએ તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર પસાર (duplicate milk test) થવાનું છે. તે બાતમીના આધારે રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી. ટેન્કર ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી પસાર થતાં જ તેને ઝડપી પાડવામાં આવ્યું હતું. 4000 લીટર શંકાસ્પદ ડુપ્લીકેટ દૂધ ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં આશરે એક લાખ રૂપિયા સુધીનો દૂધનો જથ્થો ઝડપી લીધો છે.

ટેન્કરમાં સફેદ દૂધનો કાળો કારોબાર ઝડપાયો

આ પણ વાંચોરાજકોટમાંથી 125 ડબ્બા ભેળસેળ યુક્ત તેલ અને નકલી અમુલ બ્રાન્ડનું ઘી મળી આવ્યું

આરોગ્ય સાથે ચેડાદૂધના ટેન્કર સહિત કુલ 6 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ અંગે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ માંથી દૂધના સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. એક તરફ તહેવારોની મોસમ ચાલે છે. ત્યારે લોકો આ તહેવારોનો (duplicate milk formula) આનંદ માણવા દૂધની વાનગીઓ આરોગતા હોય છે. તો બીજી તરફ લેભાગુ તત્વો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં પણ અચકાતા નથી જેથી હાલ તો આવા લોકોને કડકમાં કડક સજા થાય તેવી માંગ લોકો કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details