સુરત: સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ (Surat City Crime Branch) અને ઇકોનોમિક સેલ (Economic Cell) તથા સેન્ટ્રલ જીએસટી અધિકારીઓ (Central GST officials) સાથે મળી સુરત સહિત ગુજરાતમાં ચાલતું ફેક GST નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.ઈકોનોમિક ઓફેન્સ સેલ (Economic Offenses Cell) અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા GST કૌભાંડ બાબતે પ્રેસ કોંફ્રન્સ કરવામાં આવી હતી કે સુરતમાં અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલ રેડ સંદર્ભે એડીશનલ પોલીસ કમિશ્નરે આપી માહિતી આપતાં જણાવ્યું કે સુરત પોલીસ અને ગુજરાત પોલીસ (gujarat police) સાથે ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ મળી ઓપરેશન GST શરૂ કરાયું હતું.
1200 કરોડની રિકવરી: છેલ્લા બે મહિનામાં ગુજરાત પોલીસ તે સાથે મુખ્યત્વે સુરત પોલીસની આગેવાની હેઠળ સેન્ટર, સ્ટેટ જીએસટી અધિકારીઓ સાથે મળીને એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 3 નવેમ્બર, અમદાવાદ, રાજકોટ, સુરત ફેક બિલિંગ સામે આવ્યો હતો. એમાં 1200 કરોડ જેટલો આંકડો પોલીસના ધ્યાને આવ્યો હતો.ગુજરાતમાં ફેક GST નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે.અને આ મામલે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.આ મામલે ગત 19 ઓક્ટોબરના રોજ ઇકોનોમિક્સ એલ માં નોંધવામાં આવી હતી.ત્યારબાદ 3 નવેમ્બર 2022ના રોજ સુરત રાજકોટ ભાવનગર અને અમદાવાદમાં અલગ અલગ સ્થળોએ રેડ કરવામાં આવી હતી.