સુરતઃસુરતમાં પાંડેસરા વિસ્તારમાં આવેલ તિરુપતિ સર્કલપાસે આવેલા પ્લેટિનિયમ કોમ્પ્લેક્સમાં લિફ્ટ ફિટિંગમાં (surat lift Accident) નીચે પટકાયેલા બે વ્યક્તિઓના મોતના મામલે સુરત પોલીસે કાયદેસરના (Surat Pandesara police) પગલાં લીધા છે. આ કેસમાં પોલીસે 4 વ્યક્તિઓની ધરપકડ કરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ટાવરમાં લિફ્ટ ફિટિંગનું કામ કાજ ચાલતું હતું. એ સમયે કામદારો ટાવરના ચોથા માળે કામ કરતા હતા.
લિફ્ટ ફિટિંગ અકસ્માત મામલે ચારની ધરપકડ, પૂછપરછનો ધમધમાટ શરૂ - surat lift breaking case
સુરત પાંડેસરામાં (Surat Pandesara police) લિફ્ટ ફિટિંગમાં નીચે પટકાયેલા બે વ્યક્તિઓના મોતના મામલે 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે સુરત પોલીસે કાયદેસરના પગલાં લીધા છે. આ અંગે પોલીસે કાયદેસરનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી દીધી છે.
![લિફ્ટ ફિટિંગ અકસ્માત મામલે ચારની ધરપકડ, પૂછપરછનો ધમધમાટ શરૂ લિફ્ટ ફિટિંગ અકસ્માત મામલે ચારની ધરપકડ, પૂછપરછનો ધમધમાટ શરૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16407373-thumbnail-3x2-suratlift.jpg)
કોઈ સુરક્ષાના સાધન નહીંઃબે કામદારો જેમણે ફાયર સેફટી કે પછી અન્ય સાધનો પેહરીયા વગર કામ કરતા હતા. એક કામદાર તેઓ ડ્રિલ મશીન વડે કામ કરતા નીચે પડ્યો હતો. આજ કામદારને અન્ય કામદાર બચાવા જતા તેં પણ નીચે પટકાયો હતો.બનાવની જાણ થતાં જ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. આ મોત મામલે ભાડેશા પોલીસ દ્વારા ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલે કુલ છ આરોપીઓ છે. તે જાણવામાં આવ્યું છે. તેમાં પોલીસ દ્વારા કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 6 માંથી એક બિલ્ડર જેમનું નામ જય નાયક છે.