ગુજરાત

gujarat

ETV Bharat / crime

Surat Crime News: સુરતમાં ગેરકાયદેસર આઈફોન અને સ્માર્ટ વોચનો જથ્થો ઝડપાયો, 2 આરોપીની ધરપકડ - બિલ વગર વેચાણ

સુરત શહેરમાંથી ગેરકાયેદસર મંગાવેલા આઈફોન અને સ્માર્ટ વોચનો જથ્થો ઝડપાયો હતો. બાતમીને આધારે પોલીસે 238 નંગ આઈફોન અને સ્માર્ટ વોચનો જથ્થો મળીને કુલ 92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જે મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

બે આરોપીઓની ધરપકડ
બે આરોપીઓની ધરપકડ

By

Published : Jan 29, 2023, 10:53 PM IST

પોલીસે 238 નંગ આઈફોન અને સ્માર્ટ વોચનો જથ્થો મળીને કુલ 92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરત: ગુજરાતના સુરત શહેરમાંથી ગેરકાયેદસર મંગાવેલા આઈફોન અને સ્માર્ટ વોચનો જથ્થો ઝડપાયો હતો. જેમાં બાતમી મળતા સુરત ક્રાઈમ બ્રાંચને આરોપીને ત્યાં દરોડા પાડ્યાં હતા. સુરત ક્રાઈમ બ્રાંચે આરોપી પાસે કુલ 92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

બિલ વગર તેના ઉપર વધારે પ્રોફિટ લઈને માર્કેટમાં વેચાણ

92 લાખનો મુદ્દામાલ જપ્ત: 238 નંગ આઈફોન અને 61 સ્માર્ટ વોચનો જથ્થો જપ્ત કર્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચે આરોપી પાસે કુલ 92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ સુરત ક્રાઈમ બ્રાંચે ફઈમ મોતીવાલા અને સઈદ પટેલની ધડપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર આ બંને આરોપીઓ વિદેશથી બોક્સ વિના ખુલ્લા આઈફોન મંગાવતા હતા. આરોપીઓ આઈફોનને સુરતમાં ખાલી બોક્સમાં પેક કરી તેના ઉપર IMEI નંબરવાળા સ્ટીકર લગાવીને ગ્રાહકોને વેચતા હોવાનો સામે આવ્યું છે.

બે આરોપીઓની ધરપકડ

પૈસા કમાવા માટે નવી ટેકનીક: આ બાબતે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું કે આજના સમયમાં મોબાઈલ ફોન દરેક માટે ઉપયોગમાં લેવામાં આવે તેવું સાધન બની ગયું છે. એમાં નવયુવાધન લેટેસ્ટ સ્માર્ટફોનમાં વધારે રસ જોવા મળી રહ્યો છે. જેને ખોટો ઉપયોગ કેટલાક લોકો દ્વારા પૈસા કમાવા માટે નવી ટકનીકનો ઉપયોગ શરૂ કર્યો હતો. પોલીસે બે શખ્સો પાસેથી 200 જેટલાં અલગ-અલગ મોડેલના એપલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. તેની સાથે જ કુલ 61 એપલની સ્માર્ટ વોચ પણ જપ્ત કરવામાં આવી છે. કુલ 92.25.100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

બિલ વગર વેચાણ:વધુમાં જણાવ્યું કે શંકાસ્પદ પ્રોપર્ટી મિલકત તરીકે પોલીસે 41-D પ્રમાણે આ જપ્ત કરવામાં આવ્યા છે. બે શખ્સો ફારુખ મોતીવાલા અને ઈબ્રાહીમ પટેલ જેઓએ એપલ ફોન અને લેટેસ્ટ વૉચ જેની ખૂબ જ ડિમાન્ડ હોવાને કારણે આ લોકો દ્વારા વિદેશમાંથી લઈને આવ્યા હતા જેથી કસ્ટમ ઓફિસરોને શંકા ન જાય અને પછી કોઈ પણ બિલ વગર તેના ઉપર વધારે પ્રોફિટ લઈને માર્કેટમાં વેચાણ કરતા હતા.

એપલ કંપનીની ટીમ આવશે સુરત:વધુમાં જણાવ્યું કે, લોકો જે રીતે ફોન મંગાવતા હતા તેમના એપલ ફોન સારા છે. અને વધારે કિંમત મળે તેના માટે બોક્સ પણ બનાવામાં આવ્યા હતા. બોક્સ ઉપર ફોનની ગાઈડ લાઈનો લખવામાં આવતી હતી. જે પણ ક્યુઅર કોડ સાથે બનાવામાં આવેલ હતી. જે બોક્સ આરોપીઓ પોતે બનાવતા હતા. આની માટે અમે એપલ કંપની સાથે પણ સંપર્ક કર્યો છે. એપલ કંપનીની ટીમ સુરત આવી રહી છે. આ ટીમની ફરિયાદ પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details