સુરત: શહેરના અડાજણ ST બસ ડેપોના ગ્રાઉન્ડ ફ્લોરની એક દુકાનમાંથી અનીસ આરીફ હિંગારીયા નામના ઈશમે કોઈ કારણોસર ગળેફાસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ (Surat Adajan Bus Depo Suicide) હતું. તેણે પોતાના whatsapp સ્ટેટસ પર એક લખાણ લખીને આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી.
હર ઈંસાનને અપની તરહસે ઇસ્તેમાલ કીયા: દુકાનમાં વ્યક્તિની આત્મહત્યા - ETVBharat Gujarat suratadajanbusdepo
સુરત શહેરના અડાજણ ST બસ ડેપોમાં આવેલી એક દુકાનમાંથી અનીસ આરીફ હિંગારીયા નામના ઈશમે કોઈ કારણોસર ગળેફાસો ખાઈ આત્મહત્યા (Surat Adajan Bus Depo Suicide) કરતા ચકચાર મચી જવા પામી હતી. જોકે હાલ આ મામલે અડાજણ પોલીસે આત્મહત્યાનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસે તપાસ હાથ ધરી:જોકે ઘટનાની જાણ અડાજણ પોલીસને થતા અડાજણ પોલીસનો કાફલો ઘટના સ્થળે ઘસી આવી હાલ આ મામલે પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આત્મહત્યાપેહલા whatsapp સ્ટેટસમાં લખ્યું:જોકે આ ઈશમે આત્મહત્યા પેહલા પોતના whatsapp સ્ટેટસ ઉપર એમ લખ્યું હતું કે, " હર ઇન્સાનને અપની તરહ સે ઇસ્તમાલ કિયા ઓર હમ સમજતે રહે લોગ હમે પ્યાર કરતે હૈ ". આ ઈશમની ત્યાં પાંચ દુકાન ભાડે આપી છે. તેઓએ પોતાની દુકાનમાં જ આત્મહત્યા કરી લીધી છે. જોકે હાલ આ તમામ મામલે અડાજણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.