દિલ્હી:જેલમાં મહાઠગ સુકેશ ચંદ્રશેખર દ્વારા દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને લખેલો ત્રીજો પત્ર (Sukesh wrote third letter to LG ), જેમાં સુકેશે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, પ્રધાન કૈલાશ ગેહલોત અને સત્યેન્દ્ર જૈને પર અગાઉ લાગાવેલા આરોપોની CBI તપાસની માંગ કરી (Demand for CBI inquiry into allegations leveled ) છે.
CBI તપાસની માંગ:ત્રીજા પત્રમાં સુકેશે પૂર્વ જેલ અધિકારીઓને આપવામાં આવેલા પૈસા વિશે પણ વિસ્તૃત માહિતી આપી છે. છેલ્લા ચાર દિવસથી સુકેશ ચંદ્રશેખરે જેલમાં બંધ સત્યેન્દ્ર જૈન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ,પ્રધાન કૈલાશ ગેહલોત પર પૈસાની લેવડ-દેવડનો આરોપ લગાવ્યો હતો, જેમાં ડિનર પાર્ટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મીડિયાને સંબોધિત કરતી વખતે આ અંગે એક પત્ર પણ લખવામાં આવ્યો હતો. હવે ત્રીજા પત્રમાં તેણે લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર લખીને આ આરોપોની CBI તપાસની માંગ કરી છે. આ પત્રમાં સુકેશે એમ પણ લખ્યું છે કે જેલમાં તેનો જીવ જોખમમાં છે. સુકેશ હાલ દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે.
500 કરોડ રૂપિયા એકઠા કરવાનું કહ્યું: બે દિવસ પહેલા સુકેશે પોતાના પત્રમાં વર્ષ 2017માં થયેલી ડિનર પાર્ટીનો ઉલ્લેખ કરીને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન વિશે અનેક દાવા કર્યા છે તેમજ ફંડ વિશે પણ ઘણું બધું લખ્યું છે. પોતાના પત્રમાં સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના સીએમ કેજરીવાલને સંબોધતા સવાલ ઉઠાવતા કહ્યું છે કે જો હું દેશનો સૌથી મોટો ગુંડો છું તો મારા જેવા ગુંડાને રાજ્યસભાની સીટ આપીને 50 કરોડ રૂપિયા કેમ લીધા? સુકેશે વધુમાં સવાલ કર્યો છે કે તમે અને ઉદ્યોગપતિઓએ મને પાર્ટીમાં જોડાઈને 500 કરોડ રૂપિયા એકઠા કરવાનું કહ્યું હતું. બદલામાં મને કર્ણાટકમાં પાર્ટીના મોટા પદની ઓફર પણ કરવામાં આવી રહી હતી.