અમદાવાદશહેરના મણિનગર વિસ્તારમાં આવેલા જીવકોરબા લલ્લુભાઇ ટ્રસ્ટના સંચાલકો (Fraud of the trustees of Jivkorba Lallubhai Trust) સામે ફરિયાદ નોંધાઇ છે. જેમાં જીવકોર લલ્લુભાઈ ટ્રસ્ટમાં વર્ષ 2012થી અત્યાર સુધીના ટ્રસ્ટીઓ દ્વારા તેમને સોંપવામાં આવેલી સત્તા અને અધિકારનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી તરફથી (Office of Commissioner Higher Education Soil Test) સોઇલ ટેસ્ટ માટે આવતી ગ્રાન્ટની રકમ મેળવી લેવાના ઇરાદે, ટ્રસ્ટ સંચાલિત સંસ્થાના નામે ખોટા બેન્ક એકાઉન્ટ (Fake bank account of Jivkorba Lallubhai Trust) ખોલાવી તેમાંથી પૈસા ઉપાડી અને ખોટા બીલો (False record of Jivkorba Lallubhai Trust Bill) બનાવ્યા હતા. આ સાથે બિલોને લગતું ખોટું રેકર્ડ બનાવી ખોટા ઓડિટ રિપોર્ટ અને ગ્રાન્ટ યુટીલાઈઝેશન સર્ટિફિકેટ (Grant utilization certificate) તેમજ વિદ્યાર્થીઓના નામે ખોટા વાઉચર બનાવવામાં (Fake voucher for students) આવ્યા હતા.
ખોટા રેકોર્ડ હોવા છતાં સરકાર પાસે રજૂ કરી ગ્રાન્ટ તમામ રેકર્ડ ખોટા છે. તે જાણતા હોવા છતાં વિદ્યાર્થીઓને ગ્રાન્ટની (Utilization of grant in soil test in Maninagar) રકમ ન ચૂકવી સરકારમાં રજૂઆત કરીને 1 કરોડ 2 લાખ 84 હજારથી વધુની રકમ મેળવી લીધી હતી. આવી રીતે સરકાર સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
આ પણ વાંચોમોબાઈલમાં કોઈ મેસેજ આવે તો ધ્યાન રાખજો, નહીં તો થઈ શકો છો પાયમાલ