- સેલવાસમાં ફ્લેટમાં સોના-ચાંદીના દાગીનાની ચોરી
- તસ્કરોએ રૂમનો દરવાજો બંધ કરી ચોરીને આપ્યો અંજામ
- સેલવાસ પોલીસે તપાસ હાથ ધરી
સેલવાસ : કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસના કિલવણી નાકા નજીક ધનલક્ષ્મી બીલ્ડીંગમા બીજા માળે રહેતા સીનીયર સીટીઝનના ઘરમા મોડી રાત્રે રૂમની બારી તોડી પ્રવેશેલા તસ્કરોએ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી અંદાજિત 7 લાખથી વધુનાં સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી બારીમાંથી નીકળી ફરાર થઇ ગયા છે. સમગ્ર ઘટના અંગે સેલવાસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સેલવાસમાં વૃદ્ધ દંપતીના ફ્લેટમાંથી તસ્કરો 7 લાખથી વધુનાં દાગીના ચોરી ગયા અંદાજીત 7 લાખના દાગીનાની ચોરી
કિલવણી નાકા પાસે આવેલી ધનલક્ષ્મી બીલ્ડીંગમાં બીજા માળે રહેતા વૃદ્ધ દંપતી મિલીન મનોહર ગુપ્તેના ઘરે રાત્રીના સમયે ત્રાટકેલા તસ્કરોએ અંદાજિત 7 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરતા ચકચાર મચી ગઇ છે. આ અંગે મળતી વિગતો મુજબ કિસાન મોલ્ડીંગ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા વૃદ્ધના ઘરમાં શુક્રવાર રાત્રે 12થી 2 વાગ્યા વચ્ચે તસ્કરો બેડરૂમની બારી તોડી અંદર પ્રવેશ્યા હતા અને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી ગોધરેજના લોકરમાં રાખેલા સોના-ચાંદીના દાગીના જેની અંદાજિત કિંમત 7 લાખ આસપાસની હોય તેના પર હાથ સાફ કરી ગયા હતા.
વૃદ્ધ દંપતીના ફ્લેટમાંથી તસ્કરો 7 લાખથી વધુનાં દાગીના ચોરી ગયા આ પણ વાંચો : ખેડાના ખલાડીમાં તસ્કરો ત્રાટક્યા, સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડ ચોરી ફરાર
બારીના ભાગેથી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતાં
ઘરમાં રહેતા વડીલની પત્ની રાત્રે બે વાગ્યે બાથરૂમ જવા માટે ઉઠી ત્યારે જોયુ તો એમના અંદરના રૂમની લાઈટ ચાલુ હતી અને અંદરથી દરવાજો બંધ હતો. જેથી એમણે ઘરના સભ્યોને ઉઠાડ્યા હતા. બાદમાં પડોશીઓને બોલાવ્યા હતા. જેમની મદદથી પોલીસને પણ ફોન કરતા પોલીસની ટીમે આવી રૂમનો દરવાજો તોડી અંદર જોતા સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. જ્યારે રૂમની પાછળના ભાગેની બારી તુટેલી હાલતમાં જોવા મળી હતી.
વૃદ્ધ દંપતીના ફ્લેટમાંથી તસ્કરો 7 લાખથી વધુનાં દાગીના ચોરી ગયા આ પણ વાંચો : આપના કાર્યક્રમમાં પર્સ ચોરીમાં પોલીસે વડોદરાના વૃદ્ધની કરી ધરપકડ
સેલવાસ પોલીસે વધુ તપાસ હાથ ધરી
તસ્કરોએ ઘરના કબાટમાં પર્સમાં રાખેલા સોનાના મંગળસૂત્ર, બંગડી, ચેઇન, વીંટી, લોકેટ જેવા દાગીના ઉપરાંત ચાંદીના ભગવાન માટેના કળશ, ગુલાબદાની, થાળી સહિતના વાસણની ચોરી કરી હતી. જ્યારે તે જ રૂમમાં લેપટોપ પડ્યું હોવા છતાં તેની ચોરી કરી નહોતી. બારીથી ઘરમાં પ્રવેશેલા ચોર તે જ બારીમાંથી ભાગી ગયાનું અનુમાન લગાવી સેલવાસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વૃદ્ધ દંપતીના ફ્લેટમાંથી તસ્કરો 7 લાખથી વધુનાં દાગીના ચોરી ગયા