ગુજરાત

gujarat

ETV Bharat / crime

દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાનો હોસ્પિટલે ખુલાસો કરતા કુકર્મી યુવાન આવ્યો પોલીસના સકંજામાં - વાઘોડિયા પોલીસ મથક

ગુજરાતમાં સગીર બાળાઓ પર દુષ્કર્મ ગુજારવાની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જોવા મળી રહીં છે. એક તરફ સમાજમાં નામ બગડવાની બીક અને બીજી તરફ વગદાર વ્યક્તિની સામે પોલીસ ગુનો નોંધશે કે કેમ તેની બીક હોવાથી કેટલાક કિસ્સાઓ તો પ્રકાશમાં આવતા નથી, પરંતુ હોસ્પિટલની સતર્કતાને લઇ આવા કિસ્સાઓ બહાર આવે છે. તેવો જ કંઇક કિસ્સો વડોદરા નજીક આવેલા વાઘોડીયા તાલુકામાં બન્યો છે. જ્યાં એક સગીરાએ બાળકને જન્મ આપતા પોલીસે દુષ્કર્મની ફરીયાદ નોંધી કુકર્મી યુવાનની ધરપકડ કરી છે. Sarpanch Son raped Ajwa village girl Vadodara hospital revealed secrets of pregnancy Vadodara Waghodia Taluka rape case

દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાનો હોસ્પિટલે ખુલાસો કરતા કુકર્મી યુવાન આવ્યો પોલીસના સકંજામાં
દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાનો હોસ્પિટલે ખુલાસો કરતા કુકર્મી યુવાન આવ્યો પોલીસના સકંજામાં

By

Published : Aug 29, 2022, 9:00 PM IST

વડોદરાશહેરનાવાઘોડિયા તાલુકામાં (Waghodia Taluka Vadodara) રહેતી 15 વર્ષની કીંજલ (નામ બદલ્યું છે) હાલ ધોરણ 11માં અભ્યાસ કરે છે. કીંજલને નવા આજવા ગામના સરપંચના પુત્ર અને હાલ વાઘોડિયા તાલુકામાં આવેલી એન્જિનીયરીંગ કોલેજમાં (Engineering College in Waghodia Taluka) મિકેનીકલ એન્જિનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિશાલ વિનોદ વસાવા સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. નવ માસ પૂર્વે કીંજલ અને વિશાલ ગામની સીમમાં મળ્યા હતા. જ્યાં વિશાલે તેની સાથે શારીરીક સબંધ બાંધ્યો હતો.

દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાનો હોસ્પિટલે ખુલાસો કરતા કુકર્મી યુવાન આવ્યો પોલીસના સકંજામાં

શારીરીક સબંધની વાત કોઇને કરીશ નહીંફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જે દિવસે કીંજલ અને વિશાલે શારીરીક સબંધ બાંધ્યો હતો. તેના બે દિવસ બાદ પુનઃ વિશાલે તેને ગામની સીમમાં બોલાવી હતી. તે વખતે પણ વિશાલે શારીરીક સબંધ બાંધ્યો હતો. આમ બે વખત વિશાલે શારીરીક સબંધ બાંધ્યો હતો. સમય જતા સગીરાને માસિક આવવાનું બંધ થઇ ગયું હતું. આ વાત તેણીએ વિશાલને કરતા વિશાલે ફરી વખત જણાવ્યું હતું કે, આપણા બે વચ્ચે બંધાયેલા શારીરીક સબંધની વાત કોઇને કરીશ નહીં.

આ પણ વાંચોPOCSO Court દ્વારા મહત્વનો ચુકાદો, દુષ્કર્મ આચરનાર શિક્ષકને ફટકારી સજા

દુષ્કર્મ આચરનાર સરપંચ પુત્ર સામે ફરિયાદઆ દરમિયાન કીંજલએ માસિક ધર્મમાં આવવાનું બંધ થઇ ગયું હોવા છતાં ડરના કારણે પરિવારને જાણ કરી ન હતી. સ્કૂલમાં પણ નિયમીત જતી હતી. આ બાદ સમય જતાં પરિવારને પણ જાણ થઇ ગઇ હતી. આબરું ન જાય તેવા ડરથી પરિવારે દીકરી સાથે દુષ્કર્મ આચરી કુંવારી સગીરાને (Rape cases in Gujarat) માતા બનાવનાર સરપંચ પુત્ર વિશાલ વસાવા સામે પોલીસ ફરિયાદ કરી ન હતી. તેવામાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો.

આ પણ વાંચોગોંડલમાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ આચરનાર હવસખોરને 20 વર્ષની સજા

હોસ્પિટલ દ્વારા વાઘોડિયા પોલીસ મથકમાં જાણ આમ માતા બનનાર સગીર હોઇ અને દુષ્કર્મનો ભોગ બનેલી હોવાથી હોસ્પિટલ દ્વારા આ અંગેની જાણ વાઘોડિયા પોલીસ મથકમાં (Waghodia Police Station) કરવામાં આવી હતી. વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે વિશાલ વિનોદ વસાવા સામે કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details