ગુજરાત

gujarat

ETV Bharat / crime

બોડેલીથી સગીરાનું અપહરણ કરી મિત્રની મદદ લઈને રાજકોટમાં આચર્યું દુષ્કર્મ, બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાઈ - Misdeeds in Rajkot

સાવધાન- સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જેનાં દ્વારા અજાણ્યા વ્યક્તિઓ પણ સંપર્કમાં આવતા હોય છે અને તેવો જ એક કિસ્સો છોટા ઉદેપુર(Chhota Udepur) જીલ્લાના બોડેલીનો બનતાં બોડેલી પોલીસ સ્ટેશન(Bodeli Police Station)માં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

બોડેલી થી સગીરાનું અપહરણ કરી રાજકોટમાં દુષ્કર્મ આચર્યું
બોડેલી થી સગીરાનું અપહરણ કરી રાજકોટમાં દુષ્કર્મ આચર્યું

By

Published : Nov 6, 2021, 8:14 AM IST

  • બોડેલીથી સગીરાનું અપહરણ કરી રાજકોટમાં દુષ્કર્મ આચર્યું
  • સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતાના જાળમાં સગીરાને ફસાવી
  • મિત્રની મદદ લઈ દુષ્કર્મ આચર્યું, બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ

છોટા ઉદેપુરઃ છોટા ઉદેપુર(Chhota Udepur) જિલ્લાનાં બોડેલી નજીકના ગામમાં રહેતી એક સગીરાને સોશિયલ મીડિયા મારફતે રાજકોટ(Rajkot)ના યુવક સાથે મિત્રતા(Friendship) બંધાઈ હતી. આ દરમિયાન, સગીરા બોડેલી ખાતેની એક હાઇસ્કૂલમાં પરીક્ષા આપવા આવેલી હતી ત્યારે, સગીરાને અલીપુરા બોલાવી યુવકે લગ્નની લાલચ આપી હતી. આ બાદ યુવકે મિત્રની મદદ લઇને તારીખ 28/10/2021 નાં રોજ બોડેલીથી મોટર સાયકલ ઉપર અપહરણ કરીને રાજકોટ તરફ઼ લઇ ગયા હતા.

દુષ્કર્મ આચાર્યા બાદ યુવતીનેે અજાણ્યા ગામમાં છોડી દેવાઈ

29 ઓક્ટોબરનાં રોજ રાજકોટના ભડલી ગામની સિમમા દુષ્કર્મ(Mischief) ગુજાર્યા બાદ બે દિવસ બાદ સગીરાને 3 નવેમ્બરના રોજ રાજકોટના ભડીયાદ બસ સ્ટેશન પર છોડી દેવામાં આવી હતી. દુષ્કર્મ આચારી ત્યજી દેવાયેલી સગીરાએ રાજકોટના અજાણ્યા ગામમાં અટવાયાં બાદ માતા પિતાનો સંપર્ક કર્યો હતો, ત્યારબાદ સગીરાને રાજકોટથી બોડેલી લઈ જવામાં આવી હતી. આ મામલે સગીરાના પરિવાર દ્રારા આ બન્ને શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વિવિધ કલમો હેઠળ બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

સગીરાને જાળમાં ફસાવનાર યુવક રાજકોટના વિંછીયા ગામના હોવાનું બહાર આવ્યું છે. આ મામલે આરોપી કેતન રાઠોડ અને શરદ પંચાલ સામે કલમ 363, 366, 376(2)376(3) 114 મુજબ બોડેલી પોલીસ સ્ટેશન(Bodeli Police Station)માં અપહરણ કરી દુષ્કર્મ આચાર્યાની ફરિયાદ નોંધાઇ છે.

આ પણ વાંચોઃ Happy New Year: ડાકોરમાં રણછોડરાયજીનાં મંદિરમાં અન્નકૂટનો ભોગ ભક્તો દ્વારા લૂંટવામાં આવ્યો...

આ પણ વાંચોઃ તાલિબાન શાસન હેઠળ ગરીબ અફઘાન મહિલાઓ બાળકોને ખવડાવવા બેકરીમાં ભીખ માગે છે

ABOUT THE AUTHOR

...view details