સુરત: અડાજણ વિસ્તારમાં આવેલા SMC આવાસમાં રહેતા રાજ કહાર અને તેની માતા સામે અડાજણ પોલીસ મથકમાં દુષ્કર્મની(Rape Case in Surat) ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ રાજ તે વિસ્તારમાં રહેતી 15 વર્ષીય કિશોરીને (Rape on a 15 year Minor Girl in Surat) પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. જેમાં માતા અને પુત્ર પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પુત્ર કિશોરીને રૂમમાં લઈ જતો માતા બહાર બેસતી
આ ઘટનામાં દુષ્કર્મીએ કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી પોતાની સાથે સંબંધ (Rape Crime in Surat) બાંધ્યો હતો. ઉપરાંત જો કિશોર રાજ કહાર સાથે સબંધ નો રાખે તો રાજે મરી જવાની ધમકી આપતો હતો. એટલું જ નહીં રાજ કિશોરીને રૂમમાં લઇ જતો હતો. તે વેળાએ તેની માતા બહાર બેસતી હતી. અને કિશોરી સાથે શરીર સંબંધ બાંધતો હતો. કિશોરી ના કહેતી હતી તો તેની સાથે જબરદસ્તી કરવામાં આવી હતી. આવી જ રીતે ઉતરાયણના દિવસે પણ કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.