મોરબીજિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેકશન કામગીરી (Annual Inspection Operations In Morbi ) સબબ રેંજ IG સંદીપસિંહ આજે મોરબી જિલ્લાની મુલાકાતે હતા. તેઓએ ગુનાખોરીમાં ઘટાડો (Crime rate decreased in Morbi) નોંધાયો હોવાનું જણાવ્યું હતું. તેમજ પોલીસે દારૂ અને જુગારના વધુ કેસો શોધી કાઢ્યાનું જણાવ્યું હતું.રેંજ IG સંદીપસિંહે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં આજે ઇન્સ્પેકશન કામગીરી અન્વયે માળિયા પોલીસ મથકની મુલાકાત લીધી હતી. ક્રાઈમ રેટની સમીક્ષા (Range IG reviewed the Crime rate annual inspection) કરવામાં આવી હતી. જ્યાં જરૂરી સૂચનાઓ આપી હતી. આ સાથે ટંકારા પોલીસ મથકની મુલાકાત લીધી હતી. SP ઓફીસમાં અધિકારીઓ સાથે વિવિધ મુદે ચર્ચા કરવામાં આવી હતી. આ વર્ષની ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.
લૂંટના ગુનામાં, ઈજાના ગુનામાં, અકસ્માતના બનાવમાં ઘટાડો રેંજ IGએ ગુનાખોરી મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ગુનાખોરીમાં ઘટાડો નોંધાયો છે. જેમાં ગત વર્ષે 19 હત્યાના બનાવ સામે ચાલુ વર્ષે આ સમયગાળામાં 11 હત્યા થઇ છે. તેવી જ રીતે લૂંટના ગુનામાં 7 ટકા, ચોરીના ગુનામાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઈજાના ગુનામાં 11 ટકા ઘટાડો થયાનું જણાવ્યું હતું, તેમજ અકસ્માતના બનાવમાં 7 ટકા અને ગંભીર અકસ્માતના બનાવમાં 16 ટકા ઘટાડો થયાની માહિતી પ્રાપ્ત થઇ છે.