સુરત :સુરત શહેર દિવસેને દિવસે ક્રાઈમનું હબ (Surat Theft Case) બનતું નજરે જોવા મળી રહ્યું છે. મહિનામાં માત્ર અમુક એવા દિવસો હશે, જ્યાં ક્રાઇમની ઘટના ના બની હોય. ત્યારે ફરી એક વખત સુરતમાં જવેલર્સની દુકાનમાં ચોરી થયાના (Surat Jewelers Shop Theft) સમાચાર સામે આવ્યા છે. કામરેજના કઠોર ગામે જવેલર્સની દુકાનમાં સોના, ચાંદીના ઘરેણાં અને રોકડ મળી લાખોની ચોરી થવા પામી છે. પરંતુ પોલીસે ગણતરીની કલાકોમાં જ આ તસ્કરોને ઝડપી (Surat Crime Case) ચોરીનો ગુનો ઉકેલી નાખ્યો હતો.
સુરતમાં વધ્યો તસ્કરોનો આતંક આ પણ વાંચો :Women Stealing Clothes : ભદ્ર વર્ગની મહિલાઓ કરી રહી છે આવું શરમજનક કૃત્ય જાણો
તસ્કરોએ જ્વેલર્સની દુકાન બનાવી નિશાની -ગુરુવાર કામરેજ પોલીસની હદ વિસ્તારમાં આવેલ કઠોર ગામેં સ્મિત જવેલર્સની દુકાનમાં સોના ચાંદીના ઘરેણાં અને રોકડ મળી ટોટલ 86.57 લાખની ચોરીને અંજામ આપી બે શખ્સો ભાગી છૂટ્યા હતાં. ત્યારે દુકાન માલિક સવારે દુકાન પર આવતા ચોરી (Kamaraj Theft Case) થયાનું માલૂમ પડ્યું હતું. તેઓએ તાત્કાલિક કામરેજ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારે ચોરીને અંજામ આપીભાગેલા આરોપી ચોરેલો માલ સગેવગે કરે તે પહેલા પોલીસ હરકતમાં આવી ગયા હતા. જવેલર્સ દુકાન અને આજુબાજુ વિસ્તારમાંથી CCTV ચેક કર્યા અને ચોરીને અંજામ આપનાર પૈકી એક આરોપીની ઓળખ થઇ હતી. જેને લઈને કામરેજ પોલીસ અને સુરત ગ્રામ્ય પોલીસે એ દિશામાં વધુ તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો :...અને આ રીતે શખ્સોએ ફાર્મા કંપનીનો કેમિકલ પાવડર કર્યો ચોરી
તમામ આરોપી સાથે માલ પોલીસે કર્યો કબ્જે - કામરેજ પોલીસ સ્ટેશનના ASI નરેશ અને પોલીસ કોન્સ્ટેબલે આરોપીનું પગેરું મળતા કામરેજ PI એમ.એમ. ગીલાતર સહિત જિલ્લા ગ્રામ્ય પોલીસ ટીમ તપાસ ચાલુ કરી દીધી હતી. આરોપી અરવિંદ બહાદુર ડીંડોવને (Kathor Village Theft) ઝડપી પાડ્યો હતો. તેમજ તેની તપાસમાં માસ્ટર માઈન્ડ ગુલામ હુસેન ઉર્ફ ગુલ્લુ ઉર્ફે ઇરફાન અને તેનો સાગરીત આકીબ જુનેદનું નામ ખુલતા પોલીસે મુખ્ય માસ્ટર માઈન્ડને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછ કરતા આરોપીએ ચોરેલો માલ કઠોર ગામ નજીક આવેલા બસ સ્ટેન્ડની ઝાડીમાં છુપાવ્યાની કબૂલાત (Kathor Village Jeweller Shop Theft) કરી હતી. પોલીસે આરોપીને સાથે રાખી ચોરેલો તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપીને જેલ ભેગા કરી દીધા હતા.