ગુજરાત

gujarat

લ્યો બોલો, ગેરેજનો કારીગર અન્ય જગ્યાએ કામ કરવા જતા ફાયરિંગની ઘટના બની

By

Published : Dec 15, 2022, 9:19 PM IST

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સામાન્ય ઝઘડામાં યુવકે (firing incident in Odhav garage) ફાયરિંગ કર્યું હોવાની પોલીસ ફરીયાદ નોંધાય છે. જેમાં કારીગર એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરતો જોવા મળતા મારામારી બાદ ફાયરિંગની ઘટના બની હતી. (Ahmedabad Crime News)

લ્યો બોલો, ગેરેજનો કારીગર અન્ય જગ્યાએ કામ કરવા જતા ફાયરિંગની ઘટના બની
લ્યો બોલો, ગેરેજનો કારીગર અન્ય જગ્યાએ કામ કરવા જતા ફાયરિંગની ઘટના બની

અમદાવાદ :શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનેગારો બેવફા બન્યા હોય તે પ્રકારની (firing incident in Odhav garage) વધુ એક ઘટના છે. જેમાં ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામાન્ય ઝઘડાની બાબતમાં એક યુવકે ફાયરિંગ કર્યું હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાય છે. જે ઘટનાને લઈને ઓઢવ પોલીસે ગુનો દાખલ કરી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. (Ahmedabad Crime News)

શું છે સમગ્ર મામલો ઓઢવમાં ઓટો ગેરેજ ચલાવતા બ્રિજેશ સોની નામના 37 વર્ષીય યુવકે આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં ફાયર બ્રિગેડની સામે બ્રિજેશ ઓટો સેન્ટર નામે ગેરેજ ધરાવીને વેપાર કરતા હોય અને ગેરેજમાં સાત કારીગરો કામ કરતા હોય, જેમાંથી એક કારીગર સૌરભ સિંહ હોય જે અગાઉ ગૌરવ પ્રજાપતિ નામના વ્યક્તિના ગેરેજ પર કામ કરતો હતો. છેલ્લા એક દોઢ વર્ષથી ત્યાંથી નોકરી છોડીને ફરિયાદીના ગેરેજ પર કામ કરતો હતો. (Firing incident in Odhav)

આ પણ વાંચોસરથાણામાં ફાયરીંગની ઘટનામાં નવો વળાંક, પતિને ડરાવવા પત્નીના મિત્રએ જ ફાયરીંગ કરાવ્યું

ઝઘડો થયો હતો 14 ડિસેમ્બર 2022ના રોજ રાતના સમયે ફરિયાદીના ગેરેજમાં કામ કરતા યોગેશે ફોન કરીને ભૂમિ કાર વોશિંગ કરાવનાર ગૌરવ પ્રજાપતિ આવીને સૌરભ સિંહ સાથે બોલાચાલી અને ઝઘડો કરે છે. ફરિયાદી બ્રિજેશ સોની તરત જ ગેરેજ પર પહોંચ્યા હતો. જ્યાં ગૌરવ પ્રજાપતિએ સૌરભને તું મારા ત્યાં કામ શીખ્યોછે અને બ્રિજેશના ગેરેજ પર નોકરી કેમ કરે છે. તેવું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ફરિયાદીએ ગૌરવ પ્રજાપતિને ઝઘડો ન કરવા માટે સમજાવતા તેણે ફરિયાદી સાથે પણ મારામારી કરી હતી અને ફોન કરીને પોતાના મિત્રને બોલાવ્યો હતો. (Firing air at Odhav)

આ પણ વાંચોપોરબંદરમાં ચૂંટણી ફરજ પર IRB જવાનોએ કર્યું સામ સામે ફાયરિંગ, બેના મોત

હવામાં એક રાઉન્ડ ફાયરિંગ થોડી વાર પછી ફરિયાદીના ગેરેજ પર ગૌરવ પ્રજાપતિનો એક મિત્ર આવ્યો હતો અને જેણે ફરિયાદીને જાનથી મારી નાખવાનું કહીને પોતાના હાથમાં રહેલા રિવોલ્વર જેવા હથિયારથી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેના કારણે ફરિયાદી અને તેના કારીગરો ડરીને ભાગી ગયા હતા. ફાયરીંગનો અવાજ સાંભળીનેઆજુબાજુના લોકો દોડી આવતા ગૌરવ પ્રજાપતિ પોતાના મિત્ર સાથે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના સંદર્ભે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવાની શરૂ કરી છે. ઓઢવ પોલીસ સ્ટેશનના અધિકારીએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ મામલે ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ છે. (Firing over garage worker in Odhav)

ABOUT THE AUTHOR

...view details