- સુરત શહેરમાં બે મંદિરોમાં થઈ ચોરી, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થતા બે શખ્સ ઝડપાયા
- મહાદેવના મંદિરમાં રહેલા ચાંદીના દાગીના અને શિવલિંગ પર રહેલા શેષનાગની ચોરી કરી
- ચોરી કરતા પહેલા બન્ને ભગવાન સામે હાથ જોડી માફી માગતા હતા
સુરત : શહેરમાં છેલ્લા 6 દિવસમાં બે મંદિરમાં ચોરી (Theft in temple) ની ઘટના બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. હીરાબાગ વલ્લભ ચોક ખાતે આવેલા મેલડી માતાના મંદિરમાં બે શખ્સો જાણે મંદિરમાં દર્શન કરવા આવ્યા હોય તેવો ઢોંગ કરી મંદિરમાં ચોરી (Theft in temple) કરી નાસી ગયા હતા, પરંતુ આ ઘટના CCTVમાં કેદ થઈ હતી. જેમાં દેખાય છે કે, એક શખ્સ મંદિરની બહાર રેકી કરે છે. જ્યારે બીજો મંદિરમાં લાગેલા માતાજીના દાગીનાની બિન્દાસ્ત ચોરી કરે છે. સ્થાનિકોએ ત્યાં લાગેલા CCTVને ચોરીના પુરાવા તરીકે પોલીસ મથકમાં આપી બે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી CCTVના આધારે બન્ને શખ્સોની શોધ શરૂ કરી હતી.
સુરતમાં મંદિરમાંથી ચોરી કરનારા બે શખ્સોની પોલીસે કરી ધરપકડ શિવલિંગ પરથી દાગીના નહીં દેખાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો
બીજા દિવસે પણ આજ ચોરોએ વરાછા વિસ્તારમાં આવેલા બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલા સોમેશ્વર મહાદેવના મંદિરમાંથી પણ ચાંદીના શેષનાગ અને તેના ઉપર રહેલા કળશ સહિત અન્ય દાગીના (Jewelry) ની ચોરી (Theft) કરી ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે દર્શન કરવા આવેલા ભક્તોને ભગવાનના શિવલિંગ પરથી દાગીના (Jewelry) નહીં દેખાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. મંદિરના સંચાલકએ મંદિરમાં ચોરી (Theft) થયાની ફરિયાદ નોંધાવી હતી.
સુરતમાં મંદિરમાંથી ચોરી કરનારા બે શખ્સોની પોલીસે કરી ધરપકડ આ પણ વાંચો :દિલ્હીમાં 2 કરોડ 50 લાખના હેરોઈન સાથે બે નાઈજિરિયનની ધરપકડ
દાગીના માત્ર નજીવી કિંમતે વેંચતા લીધાનું પણ બહાર આવ્યું
પોલીસે અલગ અલગ ટીમ બનાવી આ શખ્સોની શોધ શરૂ કરી હતી. ઘટના બાદ અનેક જગ્યાએ આ શખ્સો CCTVમાં કેદ થઈ ગયા હતા. પોલીસે આ જ CCTVને આધારે વરાછાના એક બ્રિજ નીચે સુતા શખ્સોને ઝડપી લીધા હતા. ત્યાં જ આ બન્ને શખ્સોએ જ મંદિરમાંથી ચોરી (Theft in the temple) કર્યાનું કબૂલી લીધું હતું. પોલીસે કાયદેસરને કાર્યવાહી કરી બન્ને શખ્સોને ચોરેલા મુદ્દામાલ વિશે પૂછતાં તેમણે આ તમામ દાગીના સુરતમાં મહિધરપુરા પીરછડી શેરી વિસ્તારમાં આવેલા એચ.જે.જ્વેલર્સના સોની ઝુંબેર હાજી હનીફ ઝવેરી ચોકસીને વેચ્યા હોવાનું કબુલ્યું હતું. સાથે જ આ સોનીએ લાખોના દાગીના માત્ર નજીવી કિંમતે વેંચતા લીધાનું પણ બહાર આવ્યુ હતુ. પોલીસે આ સોનીને પણ રીસીવર તરીકે પકડી તેની પર કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સુરતમાં મંદિરમાંથી ચોરી કરનારા બે શખ્સોની પોલીસે કરી ધરપકડ આ પણ વાંચો : ધંધુકા પોલીસે બાઈક ઉઠાંતરી કરનારા બે શખ્સોને ઝડપી પાડ્યા
પોલીસ પણ હેરાન થઈ ગઈ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે બન્ને શખ્સોને પૂછવામાં આવ્યું કે, તેઓએ શાં માટે ચોરી (Theft) કરી તો તેઓએ જે પોલીસને જણાવ્યું તે સાંભળી પોલીસ પણ હેરાન થઈ ગઈ હતી. તેઓએ જણાવ્યું હતું કે, ચોરી (Theft) કરતા પહેલાં બન્ને ભગવાનની માફી માગતા હતા. ભગવાન સામે હાથ જોડીને કહેતા કે, તમને આટલા ઘરેણાંની શું જરૂર છે ? એમ પણ તમને કોઈને કોઈ ફરીથી આપી જ દેશે. અમને રૂપિયાની જરૂર છે. અમારી પાસે હાલ કોઈ રોજગારીની તક નથી.
સુરતમાં મંદિરમાંથી ચોરી કરનારા બે શખ્સોની પોલીસે કરી ધરપકડ