કચ્છ :રાજ્યમાં દિવસેને દિવસેછેતરપિંડી કેસ વધી રહ્યા છે, ત્યારે ગાંધીધામમાં કરોડો રૂપિયાની (Fraud Case in Gandhidham) છેતરપિંડી સામે આવી છે. વેપારીને સસ્તા સોનાનો માલ આપવાનું કહીને તેની પાસેથી બે કરોડ જેટલી રકમ પડાવી લીધી હતી. આ ટોળકી કસ્ટમમાં ઝડપાયેલું સોનું સસ્તામાં આપવાની લાલચ આપીને વેપારીને ફસાવ્યો હતો. જે બાદ વેપારીની આંખ ખુલતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર બનાવ શું હતો - ભાવનગરના ઇમરાન ધોળીયા નામના (Fraud with Bhavnagar Trader) વેપારીને ઠગ ટોળકીએ સસ્તા સોનાની લાલચ આપીને ગાંધીધામ બોલાવ્યો હતો. ઠગ ટોળકીએ પહેલા વેપારીને વિશ્વાસમાં લેવા માટે અસલી સોનું પાંચ લાખ રૂપિયામાં વહેંચ્યું હતું. જોકે, વેપારીને વિશ્વાસ આવી જતાં ઠગ ટોળકીએ તેમની મોડેસ ઓપરેન્ડી મુજબ કંડલા પોર્ટ પર કસ્ટમ વિભાગે ઝડપેલું સોનું સસ્તા ભાવમાં આપવાનું જણાવ્યુ હતું, ત્યાર બાદ વેપારીને ઓછામાં ઓછું 5 કિલો સોનું ખરીદવાનું કહીને ગાંધીધામ બોલાવ્યો હતો.
વિશ્વાસ જીતી છેતરપિંડી કરી - ભાવનગરના વેપારીને ગાંધીધામ બોલાવી માધવ ચેમ્બર્સમાં સોનાની ડિલિવરી (Gold fraud case) પહેલા રૂપિયા આપવાનું કહીને 2.15 કરોડની કિંમત પડાવી લીધી હતી. ત્યાર બાદ આ ટોળકીએ તેમના સભ્ય કંડલા સોનું લેવા માટે નીકળ્યા હતા. તેમના પ્લાનિંગ મુજબ ટોળકીના કેટલાક સભ્યો નકલી પોલીસ બનીને ગાંધીધામ ઓફિસમાં દરોડા પાડ્યા હતા. તેમજ ઠગ ટોળકીના કેટલાક સભ્યોની અટકાયત કરીને લઈ ગયા હતા. ભાવનગરના વેપારીને છેતરપિંડી થઈ હોવાની શંકા જતાં તાત્કાલિક ગાંધીધામ એ ડિવીઝન પોલીસને જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી. એ ડીવીઝન ગાંધીધામ પોલીસ સ્ટેશને આરોપીઓએ વિરુદ્ધ કલમ 406,420,120(બી) , 170 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યું અને LCBની ટીમ તુરંત એક્શનમાં આવી ગઈ હતી.