ભાવનગર: શહેરમાં કાળિયાબીડ વિસ્તારમાં આવેલી લેબોરેટરીમાં એક ગ્રાહક લેબોરેટરીનો ખુલ્લી(Open sword vandalism in a laboratory) તલવાર સાથે આવીને તોડફોડ કરવા લાગ્યો હતો. લેબોરેટરીના કર્મચારીઓ ડરી ગયા હતા અને બાદમાં આવેલા લેબોરેટરીના માલિકે ફરિયાદ નોંધાવી હતી. આખરે ગ્રાહકને તોડફોડ કેમ કરી પડી જેનું કારણ બે પરિવારો વચ્ચે ડખા ચાલતા હોવાનું સામે આવ્યું છે. એવું ડીવાયએપી આર.આર. સિંઘલે જણાવ્યું હતું.
બોલાચાલી બાદ ધમકી:ભાવનગર શહેરના કાળિયાબીડ (bhavnagar crime news )વિસ્તારમાં આવેલી ન્યુ વારાહી પેથોલોજી લેબોરેટરીમાં એક ગ્રાહક ખુલ્લી તલવાર સાથે આવીને સીધી તોડફોડ શરૂ કરી હતી. તોડફોડ કરતા લેબોરેટરીમાં કામ કરતા કર્મચારીઓ સાથે બોલાચાલી બાદ ધમકી આપવામાં આવી હતી. જેમાં એક કર્મચારીને ઇજા થઇ હોવાનું ફરિયાદમાં નોંધાવ્યું છે. ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં લેબોરેટરીના માલિક ગોપાલસિંહ રાણાભાઈ વાળાએ ફરિયાદ નોંધાવી છે જેના CCTV પણ સામે આવ્યા છે. આ CCTV સોસીયલ મીડિયામાં વાયરલ પણ થયા છે.