કપડવંજ:ખેડા જીલ્લાના કપડવંજ શહેરમાં પાડોશી યુવકના એક તરફી પ્રેમ અને લગ્ન કરવાના દબાણથી ત્રાસીને સગીરાએ આપઘાત કરી લીધો હતો. ઘટનાના એક અઠવાડિયા બાદ સગીરાની માતા દ્વારા કપડવંજ ટાઉન પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસ દ્વારા યુવક તેમજ તેના માતા-પિતા સહિત (Create a fake ID in social media) ચાર વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો:Surat Rape Case: સુરતમાં ફરી એક વાર માસૂમ બાળકીને નરાધમે પીખી નાખી
પાડોશીના ત્રાસથી કંટાળી યુવતીએ કરી આત્મહત્યા:કપડવંજ શહેરની સોસાયટીમાં રહેતી એક 17 વર્ષિય સગીરાને તેની પડોશમાં (The pressure to get married) રહેતા આકાશ મકવાણા નામના યુવક અને તેના માતાપિતા લગ્ન કરવાના મામલે અવારનવાર હેરાન કરતા હતા. જેનાથી ત્રાસી જઈ સગીરાએ અઠવાડિયા પહેલા ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. સગીરાની માતાએ યુવકને ઠપકો આપતા યુવકના માતાપિતાએ તમારી દીકરીને મારા દીકરા સાથે જ પરણાવવી પડશે, બીજે પરણાવશો તો તેને ચેનથી જીવવા નહી દઈએ તેમ કહી ઝઘડો કર્યો હતો. તેના ત્રાસથી કંટાળીને સગીરા (murder case in kheda) અને તેનો પરિવાર ઘર બદલી બીજા ઘરે રહેવા ગયા ત્યાં પણ આકાશ આંટાફેરા કરતો હતો અને ફેંક આઈડી બનાવી સોશિયલ મીડીયામાં (One sided love) મેસેજ કરતો હતો તેમજ સગીરાને ધમકી આપતો હતો.
આ પણ વાંચો - યુપીમાં માર્ગ અકસ્માતમાં 9 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ
પિડીત પરિવારે નોંધાવી ફરિયાદ - આકાશનો ત્રાસ સહન ન થતાં અંતે સગીરાએ પોતાના ઘરે પંખા પર દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સગીરાના પરિવારે આ દુ:ખદ ઘટનાના એક અઠવાડિયા બાદ કપડવંજ ટાઉન પોલિસ સ્ટેશને આકાશ અને તેના માતા-પિતાના ત્રાસથી પોતાની દીકરીએ આત્મહત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. યુવક અને તેના માતા-પિતા સહિત ચાર વ્યક્તિ વિરૂદ્ધ સગીરાની માતાએ ફરિયાદ કરી હતી. જેના આધારે કપડવંજ ટાઉન પોલિસ (17 year old girl commits suicide) દ્વારા આકાશ ભરતભાઈ મકવાણા, ભરત અંબાલાલ મકવાણા, જયશ્રીબેન ભરતભાઈ મકવાણા અને નિલેશ ઉર્ફે પપ્પુ, પોપટ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.