સુરતઅમારે હોસ્પિટલના કામ અર્થે જલ્દી જવાનું છે. જેથી તમે લિફ્ટ (Old Man seek car lift from Car driver) આપશો. વૃદ્ધની આ વાત સાંભળીને માનવતા બતાવનાર કારચાલકને હની ટ્રેપમાં (Honey trap Case In Surat) ફસાવ્યો હતો. આ આરોપી સાથે ચાર આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીઓએ મદદના નામે કારચાલક ફરિયાદીને એક ફ્લેટમાં લઈ જઈ બે મહિલાઓ પાસે ફોટો પડાવીને બ્લેકમેલિંગ કરી 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
આરોપીઓએ મદદના નામે કારચાલક ફરિયાદીને એક ફ્લેટમાં લઈ જઈ બે મહિલાઓ પાસે ફોટો પડાવીને બ્લેકમેલિંગ કરી 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી થોડા દિવસ પહેલા એક કાર ચાલકને રોકીને લિફટ માંગી (Surat Car driver caught in Honey Trap) હતી. આરોપી વૃદ્ધએ કહ્યું હતું કે, અમારે હોસ્પિટલ કામ અર્થે જલ્દી જવાનું છે. જેથી તમે લિફ્ટ આપશો. એવું કહી કારચાલકની કારમાં લિફ્ટ લઇ તે કારચાલકને ચપ્પુ બતાવીને તેને અડાજણ મધુવન સર્કલ પાસે કોઈ અજાણ્યા ફ્લેટમાં લઈ ગયા હતા. ત્યાં સાથેની અન્ય બે મહિલા તથા બે પુરુષ પહેલેથી જ હાજર હતા. તે પૈકી એક એક પુરુષો દ્વારા પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને કહ્યું હતું કે, તું આ બન્ને મહિલા વચ્ચે ઉભો રહી જા એવું જણાવી કાર ચાલકને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકીઆપી (Threatened to kill the car driver) હતી.
ફોટાઓ વાયરલ કરવાની ધમકીબન્ને મહિલાઓ વચ્ચે ઊભા રાખી તેના ફોટા પાડી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ કારચાલકને ફોટાઓ વાયરલ કરવાની ધમકી (Driver threatened to make photos with women) પણ આપવામાં આવી હતી. આ ફોટાઓ વાયરલ ન કરવા માટે 20 લાખ રૂપિયાની માંગણી આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી.
અગાઉ પણ મારામારી કેસમાં આરોપીઆ અંગે પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, આરોપીઓએ ફરિયાદીને પોલીસ સ્ટેશન લઈ જવાની ધમકી પણ આપી હતી. ફરિયાદીએ પોતાના સમાજ તથા સોસાયટીમાં પોતાનું નામ ખરાબ ન થાય તે માટે તાત્કાલિક પોતાના ઓળખીતાઓ પાસેથી પૈસાની વ્યવસ્થા કરી આરોપીઓના સકંજામાંથી છૂટવા પાંચ લાખ રૂપિયા આરોપીઓને આપી દીધા હતા. આરોપીઓએ કારચાલકને પોતાની કારમાં મોતી ટોકીઝ વિસ્તારમાં છોડી દીધા હતા. ફરીથી આ લોકો બ્લેકમેલ ન કરે આ માટે ફરિયાદીએ પોલીસનો સંપર્ક સાદ્યો હતો. પોલીસે તપાસ બાદ એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમાંથી એક લલિત ચૌહાણ વિરુદ્ધ અગાઉ પણ મારામારી અંગેનો ગુનો પુના પોલીસ મથકમાં નોંધાઈ ચૂક્યો છે. હાલ તે ડાયમંડ ઉદ્યોગમાં મજૂરી કામ કરે છે.