બનાસકાંઠા:ડીસાના ગાયત્રીનગર વિસ્તારમાં(GayatriNagar area of Deesa) મોબાઇલ ફોનના રૂપિયા 500ની લેતીદેતીમાં ઝઘડો થતાં મોટાભાઈને છોડાવવા વચ્ચે પડેલા નાનાભાઈને છરીના ઘા વાગતા તેનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે ડીસામાં ચાર દિવસ અગાઉ જ માત્ર વીસ રૂપિયાની લેતીદેતીમાં એક યુવકની હત્યા થઈ હતી જ્યારે આજે ફરીથી 500 રૂપિયા જેવી નજીવી રકમની બાબતમાં(Money Matter Fight in Banaskantha) યુવકની હત્યા થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
500 રૂપિયા જેવી નજીવી રકમની બાબતમાં યુવકની હત્યા થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. બનાસકાંઠા જિલ્લામાં હત્યાના બનાવોમાં વધારો -આજે બનાસકાંઠા જિલ્લામાં હત્યા, આત્મહત્યા જેવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં લોકો નજીવી બાબતે આવેશમાં આવી જઈ હત્યા અને આત્મહત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાઓને(Banaskantha Serious criminal incidents) અંજામ આપી રહ્યા છે. સતત વધતા જતા હત્યાને આત્મહત્યાના બનાવોને લઇ બનાસકાંઠા જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. ડીસામાં હાલ ક્યાંક આત્મહત્યાના બનાવો સામે આવ્યા છે તો ક્યાંક પૈસાની લેતીદેતીમાં યુવકોની હત્યાઓ થઇ રહી છે. પોલીસ પર પણ અનેક સવાલો(Questions raised on Banaskantha Police) ઉઠી રહ્યા છે ત્યારે હાલ તો લોકોની માંગ છે કે, આવી ગંભીર ગુનાહિત ઘટનાઓને અંજામ આપતા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ વારંવાર બનતી ગુનાહિત ઘટનાઓ અટકી શકે તેમ છે.
આ પણ વાંચો:હત્યાનો સિલસિલો ક્યારે અટકશે ? બનાસકાંઠામાં મધુશાળામાં મદિરા લેવાનું કહીને હત્યાનો અંજામ સામે આવતા...
500 રૂપિયા માટે યુવકને મોતને ઘાટ ઉતાર્યો - ડીસાના રવેચી નગરમાં રહેતા મૂળ કાંકરેજ તાલુકાના વડા ગામના માલા ઉર્ફે મનીષ જામાજી ઠાકોરે થરાદ તાલુકાના ડૂવા ગામના અને હાલ ડીસાના અંબિકાચોક પાસે ગાયત્રીનગરમાં રહેતા દિલીપકુમાર નાગજી બારોટ પાસેથી રૂપિયા 6,000માં ઓપો કંપનીનો મોબાઇલ ખરીદ્યો હતો. જે પેટે તેણે 2000 રૂપિયા દિલીપને આપ્યા હતા. જોકે ફોન પસંદ ન આવતા માલા ઠાકોરે બીજા દિવસે દિલીપને ફોન પરત કરી દીધો હતો. જેથી દિલીપે તેને રૂપિયા 1500 પરત આપ્યા હતા. 500 રૂપિયા વપરાઈ ગયા હોવાથી પછીથી આપવા જણાવ્યું હતું. જે બાદ 15 દિવસ પછી માલા ઠાકોરે દિલીપ પાસેથી ઉઘરાણી કરતા તેણે પૈસા સગવડ થાય ત્યારે આપી દઈશ તેમ જણાવ્યું હતું.
મોબાઇલ ફોનના રૂપિયા 500ની લેતીદેતીમાં ઝઘડો માલાએ ચિરાગને માથામાં માર માર્યો -જેથી માલા ઠાકોરે ફોન પર ગાળાગાળી કરી કરતા દિલીપે તેને બહાર મળવા જણાવ્યું હતું. જેથી દિલીપ તેનો ભાઇ ચિરાગ (ઉ.વ.20) તેમજ માલનો ભાઈ મહેશ, કનુભા, ફુલસિંગ, કૌશિક સહિત મિત્રો ગાયત્રી નગર પાછળ આવેલ વિનાયક પ્લોટમાં વોકિંગ કરવા રાત્રે ભેગા થયા હતા એ સમયે માલા ઠાકોરે આવી દિલીપ પર હુમલો કર્યો હતો.જેથી દિલીપને છોડાવવા તેનો ભાઇ ચિરાગ વચ્ચે પડતા માલાએ ચિરાગને માથામાં માર માર્યો હતો. જેથી તે સહેજ પાછો પડતાં તરત જ માલાએ પોતાની પેન્ટમાંથી છરો કાઢી ચિરાગના પીઠમાં ભોંકી દીધો હતો.
આ પણ વાંચો:Deesa Attacked Marriage : કુપટ ગામે અસામાજીક ત્તત્વોએ વરઘોડા સાથે પોલીસ પર બેફામ કર્યો હુમલો
યુવકને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો - 500 રૂપિયા જેવી નજીવી રકમ મેળવવા માટે યુવકે ચિરાગને છરી મારતા તે લોહીલુહાણ હાલતમાં થયો હતો. જેથી ચિરાગને તુરંત જ ડીસા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઇ જવાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે પાલનપુર સિવિલમાં ટ્રોમા સેન્ટરમાં લઇ જવાયો હતો. ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટનાને લઇ ચિરાગના પરિવારમાં માતમ છવાયો હતો. તાત્કાલિક ચિરાગના ભાઈ દિલીપ બારોટ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગણતરીના કલાકોમાં જ ચિરાગને મોતને ઘાટ ઉતારનાર આરોપીઓને ઝડપી પાડયા હતા. તમામ આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. ડીસામાં અગાઉ પણ વીસ રૂપિયા જેવી મામૂલી રકમ મામલે યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. ફરી એકવાર 500 રૂપિયા જેટલી મામૂલી રકમ માટે યુવકને મોતને ઘાટ ઉતારતા ડીસા શહેરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા આવા લોકોને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં વારંવાર હત્યાની ઘટનાઓ બનતી અટકી શકે તેમ છે.