મોરબી:રમતગમત એ લોકોને નજીક લાવવાનું કામ કરે છે. એવામાં એક મોરબીમાં કંઈક એવો કિસ્સો(Morbi Murder Case ) બહાર આવ્યો છે કે શહેરમાં વર્ષ 2017ની સાલમાં ક્રિકેટ રમવા બાબતે યુવકોમાં ઝઘડો(Cricket match fight Morbi) થયો હતો. જેનો ખાર રાખી બે મિત્રોએ યુવાનને સોડા પીવડાવી બાદમાં છરીના ઘા ઝીંકી હત્યા(Dispute over playing cricket ) કરી હતી. આ એક ક્રૂર બનાવ કે જેમાં માણસને મિત્રતા પર અસંતોષ(murder with no reason) જોવા મળતાં નજીવી બાબતમાં મામલો ગરમ થઇ જતાં આવા બનાવ જોવા મળતા હોય છે. આ બનાવ મામલે મોરબી કોર્ટે એક આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
આ પણ વાંચો:વડોદરાઃ બે રોટલી માટે મિત્રો વચ્ચે ખૂની ખેલ, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હત્યારો
ક્રિકેટ રમવા બાબતના ઝઘડામાં કરી હતી હત્યા -આ કેસમાં મોરબીના મકરાણીવાસના રહેવાસી અક્તર ઈબ્રાહીમ બ્લોચ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેનો દીકરો એજાજ બ્લોચ વાળા મિત્ર સાથે ગયા બાદ ઘરે પરત ફર્યો ન હતો. અગાઉ ક્રિકેટ રમવા બાબતે ઝઘડો(Cricket match fight Morbi) થયો હતો. જેનો ખાર રાખીને સજનપર ઘુનડા રોડ પર આરોપી શાહરૂખ શબ્બીર બ્લોચ અને મિત્રો સહિતનાએ મળીને તેને ઝેરી દવા વાળી સોડા પીવડાવી હતી તે દરમિયાન છરીના ઘા મારી હત્યા કરી હતી. આ બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી શાહરૂખ શબ્બીર બ્લોચ અને કાયદાના સંઘર્ષમાં આવેલ યુવાનને ઝડપી લીધા હતા.
આ પણ વાંચો:Murder Case in Ahmedabad: બાળપણના મિત્રે જ મિત્રની હત્યા કરી, વાહન અથડાવવા જેવી નજીવી બાબતે યુવકની હત્યા કરી
મોરબીની કોર્ટે આરોપીને સજા ફટકારી આજીવન કેદ -જેમાં આરોપી શાહરૂખ શબ્બીર બ્લોચ સામે હત્યાનો કેસ મોરબી પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ(Morbi Principal District and Sessions) જજ A D ઓઝા સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વી સી જાનીએ રજુ કરેલ દલીલો તેમજ 38 દસ્તાવેજી પુરાવા અને 32 મૌખિક પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટ આરોપી શાહરૂખ શબ્બીર બ્લોચને કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા(sentenced to life imprisonment) અને રૂપિયા 10,000નો દંડ ફટકાર્યો છે.