ઝારખંડ:ગોલા ફાયરિંગ કેસમાં (Gola firing case) દોષિત કોંગ્રેસના ધારાસભ્ય મમતા દેવી સહિત 13 આરોપીઓને સજા ફટકારવામાં આવી(MLA Mamta Devi sentenced to five years) છે. ધારાસભ્ય મમતા ડોવીને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. હજારીબાગની કોર્ટમાં MLAની સજાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. દિવસભર હજારીબાગ કોર્ટ પરિસરમાં હંગામાનો માહોલ રહ્યો હતો, ધારાસભ્ય મમતા દેવીના પરિવારના સભ્યો બાળકો સાથે કોર્ટ પરિસરમાં હાજર હતા. તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોર્ટની સમગ્ર કાર્યવાહી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવી છે અને તમામને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ સજા સંભળાવવામાં આવી છે.
રામગઢ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે: રામગઢ વિધાનસભાના ધારાસભ્ય મમતા દેવીને અલગ-અલગ કલમોમાં 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. મમતા દેવીને કલમ 148માં બે વર્ષ, 332માં બે વર્ષ, 333માં બે વર્ષ અને 307માં પાંચ વર્ષ મળ્યા છે. જેના કારણે તેમની વિધાનસભાની સદસ્યતા સમાપ્ત થઈ જશે. હવે રામગઢ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ધારાસભ્ય મમતા દેવીની સજા બાદ કાર્યકર્તાઓ ખૂબ જ ઉદાસ દેખાઈ રહ્યા હતા. ધારાસભ્યના સમર્થકો અને સંબંધીઓ કોર્ટમાં પહોંચ્યા હતા. પરિવાર મમતા દેવીના દૂધ પીતા બાળકને લઈને કોર્ટ પહોંચ્યો હતો. આ જોઈને દરેકની આંખો ભીની થઈ ગઈ હતી.