મથુરા-ઉત્તર પ્રદેશઃહકીકતમાં તારીખ 18 નવેમ્બરના રોજ, રૈયા કોતવાલી વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વેના સર્વિસ રોડ પર એક અજાણી યુવતીનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહની ઓળખ 21 વર્ષીય આયુષી યાદવ તરીકે થઈ હતી. ઉત્તર પ્રદેશ પોલીસની ટીમે તપાસ (Yamuna Expressway Delhi) દરમિયાન 200થી વધુ સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા છે. એ બાદ અને 20,000થી વધુ મોબાઈલ ફોન ટ્રેસ કર્યા બાદ પોલીસ હત્યારાઓ સુધી પહોંચી હતી. આયુષી યાદવનો પરિવાર ઘણા (Mathura honour killing Case) વર્ષોથી દિલ્હીના બદરપુર મોરડ બંધ વિસ્તારમાં રહેતો હતો. આ લોકો મૂળભૂત રીતે ગોરખપુર જિલ્લાના રહેવાસી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આયુષીના ગુમ થવા અંગે સંબંધીઓએ ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવી ન હતી.
પિતાએ ગોળી મારીઃપોલીસે જણાવ્યું હતું કે, હાલમાં એના માતા પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે આ ઘટનાને અંજામ દેવા માટે ઉપયોગમાં લેવાયેલું હથિયાર પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે. આયુષી યાદવના પરિવારના સભ્યોએ પોલીસને જણાવ્યું હતું કે તે તેમને જાણ કર્યા વિના "કેટલાક દિવસો માટે બહાર ગઈ હતી" અને તેનાથી તેના પિતા ગુસ્સે થયા હતા. જ્યારે તે તારીખ 17 નવેમ્બરના રોજ પરત આવી ત્યારે તેણે કથિત રીતે બાદરપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મોડબંદ ગામમાં તેમના ઘરે તેણીને ગોળી મારી દીધી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતકે એક વર્ષ પહેલા આર્ય સમાજ મંદિરમાં છત્રપાલ નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. આ બાબતે ઘરમાં બોલાચાલી ચાલી રહી હતી. જે બાદ આરુષિના પિતા નિતેશે લાયસન્સવાળી પિસ્તોલમાંથી બે ગોળી મારીને તેની હત્યા કરી હતી. આ હત્યા કેસમાં તેની માતા પણ સામેલ હતી.