ગુજરાત

gujarat

ETV Bharat / crime

વડોદરાની SSG હોસ્પિટલના પરિસરમાં ખેલાયો લોહિયાળ જંગ - Vadodara SSG hospital video

ગુજરાતના મહાનગર વડોદરામાંથી હોસ્પિટલમાં ઝપાઝપી થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં પાડોશી જ પોતાની બાજુમાં રહેતા પરિવારને ત્રાસ આપતો હોવાનું પરિવારજનોનું કહેવું છે. હોસ્પિટલના પરિસરમાં થયેલી ઝપાઝપીમાં એક વ્યક્તિના કપડાં ફાટી ગયા હતા. Vadodara SSG Hospital fight, Vadodara SSG Hospital Security

વડોદરાની SSG હોસ્પિટલના તાત્કાલિક વિભાગ બહાર ખેલાયો લોહિયાળ જંગ
વડોદરાની SSG હોસ્પિટલના તાત્કાલિક વિભાગ બહાર ખેલાયો લોહિયાળ જંગ

By

Published : Aug 21, 2022, 7:31 PM IST

Updated : Aug 21, 2022, 9:17 PM IST

વડોદરાવડોદરાની એસએસજી હોસ્પિટલના (Vadodara SSG Hospital fight) તાત્કાલિક સારવાર વિભાગ બહાર ઝપાઝપી થઈ હતી. જેમાં બે વ્યક્તિ લોહીલુહાણ થઈ ગઈ હતી. જાણે લોહિયાળ જંગ ખેલાયો હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં એક વ્યક્તિના કપડા ફાટી ગયા છે. તો અન્યના કપડા પર લોહી લાગેલું જોવા મળી રહ્યું છે. હોસ્પિટલ પરિસરમાં માહોલ બગડે નહીં એ માટે સિક્યુરિટી (Vadodara SSG Hospital Security) સ્ટાફે ઝપાઝપી કરી રહેલા બે લોકોને ત્યાંથી ખસેડવા માટેના પ્રયાસ કર્યા હતા.

આ પણ વાંચો ડાંગના યુવાને માઉન્ટ એવરેસ્ટ કર્યું સર

ગેટ પાસે મારામારી વડોદરાની એસએસજી હોસ્પિટલ બહાર લોકોને આશ્ચર્ય થાય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં એક પાડોશી જ પોતાની બાજુમાં રહેતા પરિવારને હેરાન પરેશાન કરતો હતો. વડોદરાની એસએસજી હોસ્પિટલ બહાર રવિવારની સાંજે તાત્કાલિક સારવાર વિભાગના ગેટ પાસે ત્રણ જેટલા શખ્સો એકબીજા સાથે ઝપાઝપી કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ વિડીયોમાં સ્પષ્ટ પણે જોઇ શકાય છે કે, ત્રણ પૈકી એકનું શર્ટ ફાટી ગયું છે.

આ પણ વાંચો આ ગ્રુપે કોરોનાની સ્થિતિ અને સ્વજનોની અંતિમ યાદો તાજા કરાવી

સિક્યુરિટીએ છોડાવ્યા જ્યારે અન્ય બેના કપડાં પર લોહી જોવા મળી રહ્યું છે. આવી સ્થિતીમાં પણ ઝપાઝપી ચાલી રહી છે. તમામને અટકાવવા માટે એસએસજી હોસ્પિટલનો સિક્યોરીટી સ્ટાફ કામે લાગ્યો છે. જોકે, આ અંગે એમના એક પરિવાર એવું કહે છે કે, છેલ્લા ઘણા સમયથી પાડોશી પરેશાન કરી રહ્યો હતો. આ મામલે હાલમાં કોઈ પોલીસ ફરિયાદ થઈ હોય એવું સામે આવ્યું નથી. પણ સમગ્ર ઘટનાની જાણ થતા વડોદરા પોલીસની ટીમ હોસ્પિટલ દોડી આવી હતી.

Last Updated : Aug 21, 2022, 9:17 PM IST

ABOUT THE AUTHOR

...view details