નવી દિલ્હીઃ ઘણીવાર એવું જોવા મળે છે કે ડ્રગ્સની લતને કારણે આખો પરિવાર બરબાદ થઈ જાય છે. શરમજનક સંબંધોનો આવો જ એક કિસ્સો દિલ્હીના પ્રેમ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવ્યો છે. પ્રેમનગરના ઈન્દ્રા એન્ક્લેવમાં દારૂ પીવાના વિરોધમાં એક વ્યક્તિએ તેની 90 વર્ષીય દાદીની હત્યા કરી હતી. આટલું જ નહીં, તેણે ગુસ્સામાં તેના પિતાને ખૂબ માર માર્યો.
આ પણ વાંચો:Vadodara Crime : ACB એ છટકું ગોઠવી જુનિયર ક્લાર્કને લાંચ લેતા ઝડપ્યો
દારૂ પીવાની ના પાડતાં હત્યા:વાસ્તવમાં આ ઘટના 11 અને 12 ફેબ્રુઆરીની રાત્રે બની હતી. મળતી માહિતી મુજબ, શાહરૂખ ખાન નામનો વ્યક્તિ ડ્રગ્સનો વ્યસની છે. આરોપીની ઉંમર 30 વર્ષ છે અને તે મજૂરી કામ કરે છે. તેનો પરિવાર ઈન્દ્રા એન્કલેવ પાર્ટ 2માં ભાડાના મકાનમાં રહે છે. 11 ફેબ્રુઆરીની રાત્રે શાહરૂખ અને તેના પિતા બંને નશાની હાલતમાં આવ્યા હતા. આ દરમિયાન દારૂ પીવાનો વિરોધ કરવા પર શાહરૂખે તેના પિતાને માર માર્યો એટલું જ નહીં, દાદીને પણ માર માર્યો. બીજા દિવસે સવારે 90 વર્ષની વૃદ્ધ મહિલા મૃત હાલતમાં મળી આવી હતી.